અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મઠ ગામનો યુવક ઇકો વાન ચાલકની મોડાસા-શામળાજી હાઇવે પર ગાજણ ટોલટેક્ષ નજીક ઇકોથી થોડે દૂર શંકાસ્પદ હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવતા પરિવારજનોએ અને સ્થાનિક લોકોએ સારવાર અર્થે સંજીવીન હોસ્પિટલ માં ખસેડતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું મોડાસા રૂરલ પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતક યુવકની ત્રણ નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી મૃતક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
મોડાસા તાલુકાના જંબુસર ગામ નજીક આવેલ મઠ ગામનો બલવંતસિંહ તખાભાઈ પરમાર નામનો યુવક ઇકો કાર ચલાવી પરિવારનું જીવન નિર્વાહ ચલાવતો હતો ઇકો લઇ કામકાજ અર્થે મોડાસા જવાનું કહીં નીકળ્યા પછી ગાજણ ટોલપ્લાઝા નજીક ઇકો કારથી થોડા અંતરે બેભાન હાલતમાં શંકાસ્પદ રીતે મોતને ભેટેલો મળી આવતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લોકોએ પરિવારજનોનો સંપર્ક કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી બેભાન અવસ્થામાં રહેલા યુવકને મોડાસાની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજો પર આભ તૂટી પડ્યું હતું મૃતક યુવકને ત્રણ નાની દીકરીઓ પિતાની છત્રછાયા અને પત્નીએ સુહાગ ગુમાવતા ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી મોડાસા રૂરલ પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી