asd
19 C
Ahmedabad
Wednesday, December 11, 2024

અરવલ્લી : bitcoin નામે પોન્ઝી સ્કીમ હેઠળ 1લાખના 30 મહિનામાં 2 લાખ આપવાના વાયદાથી ચેતજો..!! અનેક લેભાગુ કંપનીઓ સક્રિય


 

અરવલ્લી-સાબરકાંઠામાં ક્રિપ્ટો કરન્સી, બિટકોઈન અને ડોલરમાં રૂપિયા રોકાણ કરી રોકાણકારોની મૂડી સામે વાર્ષિક 36 થી 50 ટકા વ્યાજ આપી રહ્યા છે
Mera Gujarat સાતત્ય ભર્યું પત્રકારત્વ કોઈ કંપની કે વ્યક્તિગત નુકસાન માટે કરતુ નથી..ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ યથાવત રહેશે


મોડાસા શહેર સહીત બંને જીલ્લામાં એક લાખના ફક્ત 30 મહિનામાં બે લાખ રૂપિયાનું વળતર આપતી ડ્રો સહીત રોકાણની સ્કીમોની માયાજાળ
કેટલીક કંપની કે એન્ટરપ્રાઇઝ ભપકાદાર ઓફિસો અને લેભાગુ એજન્ટને મસમોટું કમિશન આપી રોકાણકારોને આકર્ષિત કરી રહી છે
10 દિવસમાં ઇડર અને અમદાવાદમાં વાર્ષિક 30 થી 36 ટકા વળતરની લાલચ આપનાર બે કંપનીઓ સામે પોલીસ ફરિયાદ

Advertisement

ગુજરાત રાજ્ય સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમણ પછી ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં રોકાણ કરવાના નામે નામ પાછળ કન્સલ્ટન્સી,ગ્રુપ કે એન્ટરપ્રાઇઝ લગાવી કોરોના કરતા પણ વધુ તેજ ગતિએ લોકો સુધી પહોંચી રોકાણની સામે ઉંચુ વળતર આપી રહી છે જેમાંથી મોટા ભાગની કંપનીઓ ગમે તે ઘડીએ ઉઠમણું કરે તેવી ચર્ચા ફાઇનાન્સ સેક્ટરમાં ચાલી રહી છે મોડાસા શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઉંચુ વળતર આપતી બે કંપનીઓમાં લાલચુ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે છતાં હજુ પણ કંપની રૂપિયા પરત આપશેની રાહ જોઈ રહ્યા હોવાથી પરપોટો ફૂટ્યો નથી ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઈનમાં ટ્રેડિંગ કરી રોકાણકરોને ઉંચુ વળતર આપવામાં આવતું હોવાની ગુલબાંગ કેટલાક કંપનીના માલિકો અને એજન્ટ કરી રહ્યા છે

Advertisement

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં 1 લાખના 2 લાખ રૂપિયા આપતી અને ડ્રો સિસ્ટમમાં ડ્રો લાગે તો એજ મહિનામાં એક ના ડબલ રૂપિયા કરી આપતા અનેક લેભાગુ તત્ત્વો વહેતી ગંગામાં હાથ ધોઈ નાખી રહ્યા છે ક્રિપ્ટો કરન્સી,બીટ કોઈન અને વિદેશી ચલણમાં રોકાણ કરતી હોવાનું જણાવી કેટલીક કંપનીઓ શહેરી અને તાલુકા મથકે બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે આ કંપનીઓ દ્વારા હોટલ અને જાહેર સ્થળો એ ઝાકમજોળ ફંક્શન રાખી જમણવાર કરી એજન્ટ મારફતે રોકાણ કરવા લલચાવવામાં આવી રહ્યા છે જાહેર ફંક્શનમાં જુના રોકાણકારોને તેમના રોકાણ સામે ચેક આપી અને લેભાગુ એજન્ટને ભપકાદાર ગિફ્ટ આપી લાલચુ લોકોને રીતસરનો ખંખેરવાનો ખેલ ચાલી રહ્યો છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!