અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સુચનના આધારે જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત અમલવારી તેમજ નાસતા ફરતા આરોપીઓને દબોચી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા તાલુકાના ભાણમેર ગામના પીક અપ સ્ટેન્ડ નજીક ઉભેલા રાજસ્થાનના બુટલેગરને 25 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો જીલ્લા પેરોલ ફર્લો ટીમે મોડાસા ગ્રામ્ય વિસ્તારમાંથી 11 મહિના અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થયેલ આરોપીને સાણંદ જીઆઈડીસીમાંથી દબોચી લઇ ભોગ બનનાર સગીરાનો છુટકારો કરાવ્યો હતો
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ભાણમેર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે બુટલેગર થેલામાં વિદેશી દારૂ સાથે વાહનની રાહ જોઈ રહ્યો હોવાની બાતમી મળતા તાબડતોડ પહોંચી શંકરલાલ મનજી અસોડા (રહે,ભગોરપાડા પાટીયા,રાજ) પાસેથી 29 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગર સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી પેરોલ ફર્લો પીએસઆઈ વી.કે.દેસાઈ અને તેમની ટીમે જીલ્લામાં સગીરાનું અપહરણ કરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ભિલોડા બ્રહ્મપુરી ગામનો પિંકેશ ઉર્ફે પિંકો રમણ ડામોર અપહત્ય સગીરા સાથે સાણંદ જીઆઈડીસીમાં આવેલ વુડ બ્રિજ કંપનીમાં રહેતો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર પહોંચી આરોપી પિંકેશ ડામોરને દબોચી લઈ ભોગ બનનાર સગીરાનો છૂટકારો કરાવી પિંકેશ ઉર્ફે પીંકો રમણ ડામોરને મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી