ગુજરાતમાં નકલિ કચેરી, નકલી ટોલ નાકુ અને હવે નકલી બિયારણ પધરાવતી કંપની સામે ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા છે,વાત છે અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકના અફસાબાદ ગામની,ગામના 5 જેટલા ખેડૂતો એ,ચાલુ વર્ષે ખેતી માટે પેપ્સી ફાઈવ નામની કંપનીના બટાકાના વાવેતર માટે મોંઘું બિયારણ ખરીદી લાવી,તેનું વાવેતર કર્યું પરંતુ,વાવેતર કર્યા ના એક માસ જેટલો સમય વીતવા છતાં,માત્ર 20 ટકા જ તેનો ઉછેર થતા ખેડૂતો ચિંતા માં મુકાઈ ગયા છે,પેપ્સી ફાઈવ નામના બિયારણના કટ્ટા દીઠ,1425 રૂપિયા રકમ ચૂકવી,તેનું પાંચ જેટલા ખેડૂતોએ 15 જેટલા વિધા ખેતરમાં વાવેતર કર્યું હતું,પરન્તુ પાક નિષફળ જતા,ખેડૂતો ને રોવા નો વારો આવ્યો છે, ખેડૂતો એ ખેતરમાં વાવેલ વાવેતરમાં ખેડ મારી,પાક ઉખાડી ફેકવાનો નિર્ણય કર્યો છે,હાલ નકલી બિયારણના કારણે ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવતા,ખેડૂતો એ આવી કંપની સામે કાર્યવાહી કરવા તંત્ર પાસે માગણી કરી હતી