31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન શાહની પુનઃ છઠ્ઠી ટર્મ માટે સર્વાનુમતે વરણી, મંડળની ઉત્તરોત્તર પ્રગતિ યથાવત


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરને શૈક્ષણિક નગરી તરીકે પ્રસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા રૂપ મોડાસા કેળવણી મંડળની સામાન્ય સભામાં મંડળના સદસ્યોએ પ્રમુખ તરીકે સતત છઠ્ઠી ટર્મ માટે બિપિન.ર.શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે યથાવત રહેતા મંડળના સદસ્યો અને શિક્ષણવિદોએ અભિનંદન પાઠવ્યા હતા

મોડાસા કેળવણી મંડળની રવિવારે યોજાયેલ સામાન્ય સભામાં સભાસદોએ વર્તમાન પ્રમુખ બિપિન શાહની પુનઃ છઠી ટર્મ માટે સર્વાનુમતે કરી હતી બિપિન શાહ સને ૧૯૯૪ થી મોડાસા કેળવણી મંડળ સાથે મંત્રી તરીકે જોડાયા હતા. ક્રમશ ઉપપ્રમુખ અને ત્યારબાદ ૨૦૦૭ થી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન કલરવ, બી-કનાઈ, મોડાસા હાઇસ્કૂલ ના અધતન ભવનો સમયની જરૂરિયાત મુજબ તૈયાર થયેલ છે. આ ઉપરાંત ચાલુ વર્ષથી સર્વોદય હાઇસ્કૂલનું પણ અધતન ભવન તૈયાર કરવાનો સંકલ્પ કરેલ છે. તે માટે શૈક્ષણિક ભવન રૂપિયા એક કરોડનું દાન “શ્રી અરુણકુમાર છોટાલાલ શાહ શૈક્ષણિક ભવન” પ્રાપ્ત થયેલ છે. આમ તેઓના માર્ગદર્શન હેઠળ મંડળની તમામ સંસ્થાઓ અભ્યાસિક તેમજ સહ-અભ્યાસિક પ્રવૃતિઓમાં પણ અવ્વલ રહી છે.

બિપિન શાહ અન્નપુર્ણા ટ્રસ્ટમાં મંત્રી તેમજ ટ્રસ્ટી તરીકે છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ખડાયતા છાત્રાલય મોડાસાના પ્રમુખ તરીકે, અમૃત મહોત્સવની ઉજવણી, કોટીયર્ક હોલની સમાજ માટે સગવડ પોતાના કુનેહથી ઉભી કરેલ છે. આમ તેઓની કર્તવ્ય નિષ્ઠાના કારણે સંસ્થાઓના વિકાસ અને કાયાપલટ કરવાનું કાર્ય ખુબજ સફળતા પૂર્વક સિદ્ધ થયેલ છે. તેઓને પુનઃ છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે નિમણુંક બદલ મંડળના હોદ્દેદારઓ,કારોબારી સભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ, સંસ્થાના આચાર્યઓ, તેમજ કર્મચારીઓએ ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવી છે.

આ પ્રસંગે કોલેજ કેળવણી મંડળના પ્રમુખ નવીન ભાઈ મોદી, મોડાસાના નગર પાલિકા ના પ્રમુખ નીરજ શેઠ અને અનેક દાતાઓ પણ ઉપસ્થિત રહી સન્માન કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!