asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : 17 લાખનો બ્રાન્ડેડ દારૂ મુન્દ્રામાં 31 ડિસેમ્બરે નશેડીઓ ઘટઘટાવે તે પહેલા શામળાજી પોલીસે ટ્રકમાંથી ઝડપ્યો, બે ખેપીયા જબ્બે


અરવલ્લી SP શૈફાલી બારવાલ અને પોલીસતંત્ર નવા વર્ષની ઉજવણીમાં રાજ્યના યુવાધનને નશાને રવાડે ચઢતા અટકાવવા મક્કમ
કચ્છ મુન્દ્રાના અનિલ નામના બુટલેગરની 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવતી શામળાજી પોલીસ

Advertisement

આગામી 31મી ડિસેમ્બરને લઇ બુટલેગરો રાજ્સ્થાનને અડીને આવેલ અરવલ્લી જીલ્લાના માર્ગે વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે જોકે આ દારૂની હેરાફેરીને અટકવાવા જીલ્લા પોલીસતંત્ર સતર્ક બન્યું છે બુટલેગરોમાં જાણીતા સિલ્કરૂટની રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે લોંખડી નાકાબંધી કરતા સતત વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે ઘુસાડાતો ઝડપાઇ રહ્યો છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં દારૂની હેરાફેરી અને તેનું વેચાણ અટકાવવા જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સૂચનાથી શામળાજી પોલીસ અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આવેલ રતનપુર ચેકપોસ્ટ પર નાકા બંધી કરવાની સાથે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાતમીના આધારે મુન્દ્રાના બુટલેગરે ટ્રક-કન્ટેનરમાં હરિયાણાથી મંગાવેલ 17.08 લાખની મોંઘીદાટ શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી લીધા હતા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરે 20 હજાર જેટલા રૂપિયાની લાલચમાં ટ્રક માલિકનો પીગ્મેન્ટ બ્લુ(ગળી)નો 47.20 લાખનો જથ્થો દાવ પર લગાવી દીધો છે

Advertisement

શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા ટ્રક-કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક-કન્ટેનર આવતા અટકાવી દઈ અંદર તલાસી લેતા પીગ્મેન્ટ બ્લુ (ગળી)ના પ્લાસ્ટિક કોથળાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-516 કીં.રૂ.1708800/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સુનિલ સુરેશ ઓડ અને ક્લીનર રાહુલ રામકુમાર ઓડ (બંને,રહે.બાપોલી,પાણીપત-હરિયાણા)ને દબોચી લઇ ટ્રકમાં ભરેલ પીગ્મેન્ટ બ્લુ (ગળી) કાર્ટૂન નંગ-400 કીં.રૂ.4720000/- તેમજ વિદેશી દારૂ ,મોબાઇલ અને ટ્રક મળી કુલ રૂ.72.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર બંટી ત્યાગી (રહે,મલેકપુર, હરિયાણા) તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કચ્છ જીલ્લાના મુન્દ્રાના બુટલેગર અનિલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!