અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે લોકો સાથે માનવીય અભિગમ દાખવી રહી છે ખાખીને સલામ કરવાનું મન થાય તેમ રસ્તે રઝળતા લોકો, માનસિક રીતે બીમાર બેઘર લોકો અને જરૂરિયાતમંદ પરિવારો માટે સ્વજન બની હૂંફ આપી રહી છે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનસિક અવસ્થ મહિલા તેના બે બાળકો સાથે નિઃસહાય હાલતમાં મળી આવતા મહિલાને હૂંફ આપી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોની આંખો હર્ષના અશ્રુથી છલકાઈ ઉઠી હતી
ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડના માર્ગદર્શન હેઠળ નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ પીસીઆર વાનના કર્મીઓની નજર એક માનસિક અસ્વસ્થ જણાતી મહિલા અને તેના બે બાળકો પડતા મહિલા કે તેની સાથે રહેલા બાળકો કોઈ અઘટિત ઘટનાનો ભોગ બને તે પહેલા પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા ટીંટોઈ સી ટીમે ભૂખથી પીડાતી માનસિક અસ્વસ્થ મહિલા અને તેના બંને બાળકોના જમવાની વ્યવસ્થા કરવાની સાથે ઠંડીથી રક્ષણ મળે તે માટે કપડાં અને ઓઢવાનો સમાન આપી હૂંફ આપી મહિલાનો વિશ્વાસ કેળવી તેની પૂછપરછ કરતા 15 દિવસ અગાઉ ઘરેથી બંને બાળકો સાથે ઘરેથી નીકળી ગઈ હોવાનું અને સાબરકાંઠાના પોશીના વિસ્તારની હોવાનું જણાવતા પોલીસે રાત્રીના સુમારે સુવાની વ્યવસ્થા કરી દેખરેખ રાખી હતી
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડે મહિલા અને તેના બે બાળકોના ફોટોગ્રાફ પોશીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા મહિલા ચંદ્રાણા ગામની લીલાબેન શંકરભાઈ ગમાર હોવાનું જણાવતા ટીંટોઈ પોલીસ મહિલા અને તેના બે બાળકોને લઇ પોશીના પોલીસ સ્ટેશન પહોંચી તેના પતિ અને પરિવારજનો સાથે સુઃખદ મિલન કરાવતા પરિવારજનોએ ટીંટોઈ પોલીસની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો મહિલા અને તેનું બાળકના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા