ગુજરાતમાં યુવાવર્ગ માં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે હૃદયરોગના હુમલાઓમાં ચિંતાજનક રીતે વધારો થતા તબીબી આલમ પણ મૂંઝવણમાં મુકાઈ રહ્યું છે કોરોના સંક્રમણ પછી યુવાનોમાં હાર્ટ એટેક થી મોતનું પ્રમાણ વધી રહ્યું છે અરવલ્લી જીલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત થતા ભારે ચકચાર મચી છે મોડાસા માર્કેટયાર્ડમાં મગફળી વેચાણ માટે આવેલ ખેડૂતને હાર્ટ એટેક આવતા ઢળી પડતા તાબડતોડ સાર્વજિનક હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કરતા સમગ્ર ખેડૂત આલમમાં શોકની લાગણી છવાઈ હતી ખેડૂતના પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું ખેડૂત મગફળી વેચી ઘરે આવે તેની રાહ જોઈ બેઠેલો પરિવાર ખેડૂતનો મૃતદેહ જોઈ ફસડાઈ પડ્યો હતો
મોડાસા તાલુકાના સાકરીયા ગામના 45 વર્ષીય સુખાભાઈ સોમાભાઈ ખાંટ નામના ખેડૂત મોડાસા માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે પહોંચ્યા હતા હરાજીની રાહ જોઈ ઉભેલા સુખાભાઈ ખાંટને હાર્ટ એટેક આવતા ઢળી પડી બેભાન થતા અન્ય ખેડૂતો અને વેપારીઓ ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કરતા ખેડૂતો સહીત વેપારીઓ દંગ રહી ગયા હતા ખેડૂતના પરિવારજનો અને સગા-સબંધી હોસ્પિટલમાં પહોંચી ભારે આક્રંદ કરી મૂક્યું હતું સાકરીયા ગામના લોકો પણ દોડી આવ્યા હતા યુવાન ખેડૂતનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનોના અત્યંત ચિંતાજનક રીતે સાવ અચાનક કે જેમાં બચાવવા માટે, સારવાર માટે થોડો સમય પણ મળતો નથી તેવા જીવલેણ હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટનો સિલસિલો જારી છે