અરવલ્લી જિલ્લાના મોડાસા ના માર્કેટ યાર્ડ માં તાલુકા ના ખેડુતો પોતાની જણસી વેચવા માટે આવે છે. રોજ સવારે માર્કેટ યાર્ડ ના કર્મચારીઓ ખેડુતો ને સારો અને સ્પર્ધાત્મક ભાવ મળે તે માટે મધ્યસ્થી રહી હરાજી કરાવે છે. જોકે કેટલીક જણસી ની હરાજી કરવામાં આવતી હોવા છતાં તેના ભાવ મોડાસા એ.પી.એમ.સી દ્રારા જાહેર કરેલ ભાવ પત્રકમાં ઉલ્લેખ કરવામાં આવતો નથી જેને લઇ ને તરેહ તરેહ ના આક્ષેપો થઇ રહ્યા છે.
મોડાસા માર્કેટ યાર્ડ રોજ બ રોજ લાખો રૂપિયાની જણસના સોદા થાય છે. ખેડુતો પોતાનો મહામુલો પાક માર્કેટ યાર્ડ માં સારા ભાવ ની આશા એ વેચવા માટે આવે છે.ખેડુતો ને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય અને કેંદ્ર સરકાર પણ સરાહનીય પ્રયાસ કરી રહી છે. જોકે મોડાસા માર્કેટયાર્ડ ખેડુતો ની જણસી ના વજન માં ડાંડી મારવાના અનેક વખત બનાવો બન્યા છે, તો વળી એવી પણ માહિતી મળી છે કે માર્કેટ યાર્ડ માં કપાસ વેચવા આવતા ખેડુતોને વધારે ભાવ ન મળે તેવા આશય થી કેટલાક વેપારીઓ દ્રારા કુયુક્તિઓ અપનાવામાં આવી રહી છે.
સવારે જ્યારે માર્કેટ યાર્ડના કર્મચારીઓ કપાસની હરાજી કરતા હોય ત્યારે ચોક્કસ વેપારી દ્રારા ડમી વેપારી પાસે ઓછો ભાવ બોલાવી ખેડૂતો ને સાથે સફેદ છેતરપીંડી કરવામાં આવી રહી હોવાની ચર્ચા જોર પકડ્યુ છે. મળતી માહિતી મુજબ મોડાસા માર્કેટયાર્ડ માં ધનસુરા અને ટીંટોઇ કરતા ઓછા ભાવ ખેડુતો ને મળે છે.
આ ઉપરાંત જ્યારે વેપારીઓના કારસ્તાનની ચર્ચાઓ થઇ રહી હોય ત્યારે માર્કેટ યાર્ડ દ્રારા રોજેરોજ ના જાહેર કરવામાં આવતા ભાવની યાદીમાં પણ કપાસ ની હરાજીનો ભાવ નો ઉલ્લેખ કરવામાં આવતો નથી તેથી ઘણા પશ્નો નો ઉદભવ થયો છે. ત્યારે માર્કેટ યાર્ડના તંત્ર નિષ્પક્ષ રહી ખેડૂતો ને સારો ભાવ મળે તે માટે હરાજીમાં કોઇ ગરબડ થતી હોય તો તેની તપાસ કરવી જોઇએ. જો માર્કેટ યાર્ડ તંત્ર દ્રારા આ અંગ યોગ્ય પગલા નહી લેવાય તો ચોક્કસ વેપારી અને માર્કેટયાર્ડ તંત્ર ની મીલીભગત છે તેવું સાબીત થશે.