અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર દારૂના વેપલા અને હેરાફેરીને અટકાવવા દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસાલ ગામમાં રેડ કરી ઘરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી 28 હજારથી વધુનો શરાબ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી રેડની ગંધ બુટલેગરને થઇ જતા પોલીસ પહેલા બુટલેગર ઘર છોડી રફુચક્કર થઈ ગયો હતો
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અસાલ ગામનો પુષ્પક ઉર્ફે ઋષિલ હીરા મકવાણા નામનો બુટલેગર તેના જુના ઘરમાં દારૂ નો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત રહેણાંક મકાનમાં ત્રાટકી તલાસી લેતા ઘરમાં કંતાનની નીચે સંતાડીને રાખેલ વિદેશી દારૂ-બિયર ટીન નંગ-144 કીં.રૂ.28800/-નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર પુષ્પક ઉર્ફે ઋષિલ હીરા મકવાણા વિરુદ્ધ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ ટીંટોઈ પોલીસને સોંપી હતી