32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભમરાનો આતંક, મોડાસાના હફસાબાદ ગામમાં ખેતરમાં કામ કરતા 4 ખેડૂતોને...

અરવલ્લી : ભમરાનો આતંક, મોડાસાના હફસાબાદ ગામમાં ખેતરમાં કામ કરતા 4 ખેડૂતોને ભમરા કરડતા ઝેરની અસર થતા દવાખાનમાં દાખલ

0
154

અરવલ્લી જીલ્લામાં ખેતરમાં કામકાજ કરતા ખેડૂત અને મજૂરોને ખેતીકામ દરમિયાન ભમરા અને મધમાખી કરડવાની ઘટનાઓ સતત બનતી રહી છે ભમરા કરડવાથી અનેક ખેડૂત મોતને ભેટી ચુક્યા છે મોડાસા તાલુકાના હફસાબાદ ગામમાં ખેતરમાં ખેતી કામમાં જોતરાયેલા 4 ખેડૂતો પર ભમરાનું ઝુંડ ત્રાટકી ડંખ મારતા ઝેરની અસર થતા તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ચારે ખેડૂતની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

હફસાબાદ ગામના કેતનભાઈ મગનભાઈ પટેલ, નવનીત ભાઈ શામળભાઈ પટેલ,રામ ભાઈ અને પીન્ટુભાઇ ખેતરમાં ખેતી કામ કરવાની સાથે દવાનો છંટકાવ કરી રહ્યા હતા ત્યારે અન્ય સ્થળેથી ઉડતું ઉડતું આવતું ભમરાનું ઝુંડ ચારે ખેડૂતને ચોંટી જઈ ડંખ મારતા ખેડૂતોને અસહ્ય વેદના થતા બુમાબુમ કરી મૂકી હતી આજુબાજુથી લોકો દોડી આવી ખેડૂતોને ઝેરની અસર થતા તાબડતોડ સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી દીધા હતા ફરજ પરના તબીબોએ ચારે ખેડૂતની સઘન સારવાર કરતા ખેડૂતોને ઝેરની અસર ઓછી થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!