અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુન્હાખોરીનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયાસ હાથધર્યા છે જીલ્લામાં દર વર્ષે 80થી વધુ ગુન્હા પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ રહ્યા હોવાથી પોક્સો એક્ટ હેઠળ ગુન્હાનું સંશોધન કરતા મોટા ભાગના પોક્સો એક્ટના ગુન્હામાં યુવક-યુવતી પ્રેમ લગ્ન કરવાના ઇરાદે ફરાર થઇ જતા હોવાથી અને પ્રેમિકા 18 વર્ષથી ઓછી ઉંમરની હોવાથી પ્રેમી યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાતા યુવક-યુવતીની જીંદગી જોખમમાં મુકતા આ અંગે સગીરોમાં જાગૃતિ કેળવાય તે માટે “સંયમ” પ્રોજેક્ટ લોન્ચ કરી જીલ્લાના સગીર યુવક-યુવતીઓ સાથે પોલીસ પોક્સો એક્ટ અંગે વાર્તલાપ કરશે
અરવલ્લી SP શૈફાલી બારવાલ અને પ્રો.ડીવાયએસપી ચિંતન પટેલ “સંયમ” પ્રોજેક્ટ અંતર્ગત મોડાસા શહેરની કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો.11 અને ધો.12ના વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની વિવિધ જોગવાઈ અને સગીરવયે જીવનમાં સંયમ જાળવવા અને સંયમ ગુમાવવાના કારણે અનેક સગીરઓ પ્રેમમાં પડ્યા પછી અંતમાં ભોગવવા પડતા ગંભીર પરિણામો અને સગીર વયે વિદ્યાર્થીઓને સંયમ કેળવવાના વિવિધ ઉપાયો અને લગ્ન સંબંધ અંગે માહિતગાર નિર્ણય કેવી રીતે લેવો જોઈએ તે અંગે બાળકો સાથે વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓ સાથે વર્તાલાપ કરવાની સાથે સગીર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મનમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું
અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ વિસ્તારમાં “સંયમ” પ્રોજેક્ટ હેઠળ પ્રેઝન્ટેશન યોજી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓ સુધી પહોચી તેમને અજ્ઞાનતાના લીધે થતી ભૂલો અટકાવવા પ્રયાસ હાથધરી પોક્સો અધિનિયમ હેઠળ નોધાતા ગુન્હાઓની સંખ્યામાં ઘટાડો કરવા આશાવાદ વ્યક્ત કર્યો હતો