લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માથાઓની લે-વેચનું બજાર તેજી પકડી રહ્યું છે ચૂંટણીઓ પૂર્વ સૌથી વધુ ભંગાણ કોંગ્રેસ પક્ષમાં છેલ્લા કેટલાક વર્ષોથી થઇ રહ્યું છે ભાજપ દ્વારા ઓપરેશન લોટસ હાથધરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવી હોંશે હોંશે આવકારી રહી છે જે રીતે ભાજપના ભરતી મેળો શરુ થયો છે તેનાથી ભાજપના જમીની કાર્યકરો માં છૂપો રોષ જોવા મળી રહ્યો છે આપના ભુપત ભાયાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામાંથી રાજકીય હડકંપ મચ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ભાજપનું લોટ્સ ઓપરેશન સફળ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લાના નખશીખ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય તેમજ સહકારી માળખાના કિંગ ગણાતા કોંગ્રેસી કદાવર નેતાએ સાબરડેરીના રાજકારણ ને પગલે પંજાનો સાથ છોડી કમળની સુગંધ લેવા તત્પર બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કરી રહ્યા હોવાનું કોંગ્રેસના પદાધિકારીઓને ગંધ આવી જતા હાલ જીલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે જોકે આ અંગે ભાજપના પદાધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને જીલ્લા ભાજપના રાજકારણમાં આવી કોઈ હલચલ ન હોવાનું જણાવી રહ્યા છે કેટલાક રાજકીય વિશ્લેષકો આ એક રાજકીય પડીકું હોવાનું માની રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય કોણ તે અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે