ટ્રક.બાઈક અને બસો ,ટ્રેક્ટરો.જીપો. વગરે મળી 200 થી વધુ વાહનોમાં નશીલા પદાર્થો, હથિયારોની હેરાફેરી રોકવા ચેકિંગ
AdvertisementAdvertisement
વિદાય લેતા ચાલુ વર્ષના ચાલુ ડિસેમ્બરની થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પડોશી રાજ્ય રાજસ્થનામાંથી દારૂ,હથિયારોની બેરોકટોક થતી હેરાફેરીને રોકવા સહિતની ગુનાખોરી અટકાવવાના ભાગરૂપે વિજયનગર તાલુકામાંની રાજસ્થાનને જોડતી જુદી જુદી તમામ પાંચ બોર્ડરો ઉપર પોલીસનું રાઉન્ડ ધી ક્લોક સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયનગરની રાજસ્થાનની રાણી, પરોસડા,ખોખરા,વીરપુર, કાલવણ વગેરે પાંચ બોર્ડરો ઉપર પોલીસ ખડકી દઈને ચુસ્ત બંદોબસ્ત સાથે વાહન ચેકીંગ કરી રહેલા પો. સ.ઇ. ભરતસિંહ ડી. રાઠોડે જણાવ્યું કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા જતા વાહનો જેવા કેટ્રકો.બાઈકો અને બસો ,ટ્રેક્ટરો.જીપો વગરેને અટકાવી તેમાં તલાશી લેવામા આવી રહી છે.દરેક બોર્ડર ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે .આજે બધા જ બોર્ડરો ઉપર મળી 200 થી વધુ વાહનોમાં નશીલા પદાર્થો, હથિયારોની તપાસ કરવામાં આવી હતી.જેમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકી બુટલેગરોને ઝબ્બે કરવા, કોઈપણ પ્રકારના હથિયારોની હેરાફેરી થતી હોય,નશો કરેલી હાલતમાં વાહન હંકારવું કે નશો કરેલ હાલતમાં વાહનમાં મુસાફરી કરવી,વગેરે પ્રકારના ગુનાઓ સંદર્ભે આવતા-જતા તમામ વાહનોનું સઘન ચેકીંગ એરાઉન્ડ ધ ક્લોક હાલ પણ તપાસ ચાલુ છે. તેમણે જણાવ્યું કે આ તપાસ દરમિયાન કોઈપણ હેરાફેરી થતી પકડાશે તેની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.