પોલીસે રૂ.1.23 લાખની ઘરફોડ ચોરીની ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
AdvertisementAdvertisement
હિંમતનગર શહેરના મહાવિરનગર વિસ્તારમા આવેલ સન્માન પાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે બે મકાનોને નિશાન બનાવી તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી રૂ.૧.૨૩/- લાખ તથા દાગીનાની ચોરી કરી તસ્કરો ઘર માલિકની ગેરહાજરીનો લાભ લઇ ચોરીની ઘટના ક્રમને અંજામ આપવા માં સફળ રહ્યા હતા. રમણભાઈ પ્રજાપતિએ એ. ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ હિંમતનગરના મહાવિનગરમાં આવેલ સન્માન પાર્ક સોસાયટીના બે બંધ મકાનને શનિ. રવિવાર દરમ્યાન તસ્કરોએ ત્રાટકીને બે બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ.૮૫,૦૦૦/- રોકડા તથા ચુડી ઉપર લગાડેલ સોનાની ખોલ તથા નાકની ચુની તથા કાનની વાળી તમામ મળી આશરે અડધો તોલા વજનની કિ.રૂ.૨૮,૦૦૦/- ની તથા બીજા મકાન માંથી રોકડા રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૩,૦૦૦/- ની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા પોલીસ અજાણ્યા તસ્કરોએ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે