અરવલ્લી જીલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે અંદાજિત ૨૦૦ કરોડના પ્રકલ્પોનું ખાતમુહર્ત અને લોકાર્પણ થશે
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર મુખ્યમંત્રીને આવકારવા સજ્જAdvertisementAdvertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરુવારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના આંગણે જીલ્લામાં વિવિધ વિકાસના કામોના લોકર્પણ અને ખાતમુહર્ત કરવાના છે જીલ્લા વહીવટી તંત્ર મુખ્યમંત્રીની મુલાકાતના પગલે તાડામાર તૈયારીઓ પૂર્ણ કરી દઈ આવકારવા સજ્જ બન્યું છે
૨૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્થળ ચકાસણી અને બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોનો જરૂરી સૂચનાઓ આપી તેમજ સુચારુરૂપે આયોજન થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા
264.45 કરોડના આ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
1)રૂ.102 કરોડના ખર્ચે તૈયાર થનાર 220 કેવી ખુમાપુર સબ સ્ટેશન ભિલોડા કિસાન સૂર્યોદય યોજના ભાગ-2 તથા 66 કેવી રડોદરાના સબ સ્ટેશન બાયડમાં ખાતમુહૂર્ત
2)રૂ. 94.03 લાખ ના ખર્ચે તૈયાર થનાર મોડાસા રાજનગરને ફોરલેન બનાવવાનું ખાતમુહૂર્ત
3)રૂ.36 .53 કરોડના ખર્ચે હાથમતી જળાશય આધારિત ભિલોડાના વિસ્થાપિત ગામોના તળાવો ભરી સિંચાઈ આપવાની ઉદ્ધવહન સિંચાઈ યોજનાના કામનું ખાતમુહૂર્ત
4) રૂ.14.73 કરોડના ખર્ચે તૈયાર થનાર રાજ્ય ધોરીમાર્ગ હિંમતનગર રણાસર રોડ ઉપર માઝૂમ નદી ઉપર સ્લેપ ડીલ કામનું ખાતમુહૂર્ત
5)રૂ.11.73 કરોડના ખર્ચે મોડાસા પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા રીસરફેસિંગના જુદા જુદા નવ કામોનું ખાતમુહૂર્ત
6)રૂ.3.37 કરોડના ખર્ચે મોડાસા પાલિકા વિસ્તારમાં અમૃત 20 અંતર્ગત પીવાના પાણીની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના અપગ્રેડેશન કામનું ખાતમુહૂર્ત
7)રૂ.0.84 લાખના ખર્ચે તૈયાર થયેલ અરવલ્લી જિલ્લામાં નવનિર્મિત 12 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
8)રૂ. 0.62 લાખના ખર્ચે તૈયાર થયેલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ધનસુરા પેટા વિભાગે કચેરીના નવા મકાનનું લોકાર્પણ
9)રૂ. 0.40 લાખના ખર્ચે તૈયાર થયેલ બાયડ પાલિકા વિસ્તારમાં 10 અલગ અલગ વિસ્તારોમાં અદ્યતન સીસીટીવી લગાવવાના કામનું લોકાર્પણ