અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામમાં આવેલ
શ્રીરામદેવ આશ્રમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં સેવાકીય યજ્ઞની જ્યોત પ્રગટાવી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે શ્રીરામદેવ આશ્રમ-વૈયાની સેવાકીય કાર્યોની સુવાસ સમગ્ર વિસ્તારમાં પ્રસરી રહી છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરી જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપી હતી
શ્રીરામદેવ આશ્રમ-વૈયા દ્વારા અમદાવાદના વિનોદભાઈ પટેલના સહયોગથી સુરપુર પાદર ગામમાં ઘરે ઘરે તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું મોડાસાના રાષ્ટ્રીય જાગરણ મંચ અને પૂર્વ મામલતદાર હરીશભાઈ ગોર દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી મેઘરજના અંતરિયાળ વિસ્તારોના ગરીબ અને દિવ્યાંગ લોકો ને ધાબળા અને મીઠાઈ વિતરણ કરવામાં આવતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા આ સેવાકીય કાર્યમાં પૂર્વ ધારાસભ્ય હીરાજી ડામોર અને હરીશ ગોરે અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્ય, શૈક્ષણિક અને સનાતન હિન્દુ ધર્મ રાષ્ટ્ર ને અખંડ રાખવા ઉદ્દબોધન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ શ્રી રામદેવ આશ્રમ વૈયાના મહંત પૂજ્ય શ્રી દિપક બાપુ દ્વારા આશીર્વચન આપ્યા હતા સમગ્ર સેવાયજ્ઞને સફળ બનાવવા પૂજ્ય શ્રી દિપક બાપુ,હરીશભાઈ ગોર, પૂર્વ ધારાસભ્ય હીરાજી ડામોર,સુશ્રી નીતાબેન પંચાલ,કમલેશ એમ.પંચાલ (ઈસરી ) કૈલાસબેન સહિતના સેવાધારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી