ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અમદાવાદ જિલ્લા પ્રમુખ નટવરજી ઠાકોર સેવાકીય પ્રવૃતિઓ સાથે સમાજસેવા કરી રહ્યા છે
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી સ્વેટર વિતરણ કરવામાં આવતા બાળકોના ચહેરાઓ પર અનોખી ખુશી જોવા મળી હતી તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા
ભિલોડા તાલુકાના સુનોખ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમદાવાદ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ નટવરજી ઠાકોરના સ્વેટર વિતરણ કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લા પ્રમુખ
સંજયસિંહ ઠાકોર, સરપંચ ભવાનભાઇ ઠાકોર, સેનાના જીલ્લા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઠાકોર તેમજ કનુસિંહ ઠાકોર,મેહુલસિંહ ઠાકોર, કાન્તિભાઇ ઠાકોર, જંયતિભાઇ કટારા, હરજીભાઇ પાંડોર જોડાયા હતા