*કિસાન સૂર્યોદય યોજના ડિસેમ્બર-2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો વાયદો કર્યો*
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની સરકારી એન્જીનીયરીંગ કોલેજ મેદાનમાં 275 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખુશમિજાજી અંદાજ જોવા મળ્યો હતો સ્ટેજ પરથી જણાવ્યું હતું કે હજુ પણ કઈ ખૂટતું હોય તો કહેજો અહીંયા બધા હજાર છે તેમજ કિસાન સૂર્યોદય યોજના માટે મંત્રી કાનુ દેસાઈ અને UGVCLના મેનેજીંગ ડિરેક્ટર અરૂણ મહેશ બાબુને ડિસેમ્બર-2024 સુધી જીલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે તાકીદ કરી હતી
અરવલ્લી જીલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જીલ્લામાં 275 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ 275.05 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય પી.સી. બરંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.