asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

હે….રામ :જમીનના વિવાદમાં વૃદ્ધાનો મૃતદેહ 72 કલાકથી અંતિમક્રિયાથી વંચિત : અરવલ્લીના મુલોજ ગામની ઘટના, પોલીસ ઘટનાસ્થળે


*માનવતાને તાર…તાર કરનાર ઘટનામાં વૃદ્ધાની જમીન રાખનાર કુટુંબના ઘરે ચડોતરૂ જેવી સ્થિતિ ઉદભવી વૃદ્ધાના પરિવારજનો લાશ મૂકી દીધી*

Advertisement

જર,જમીન અને જોરૂ ત્રણે કજીયાના છોરુંની કહેવતને પણ શરમાવે તેવી ઘટના અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બનતા ભારે ચકચાર મચી છે મોડાસા તાલુકાના મુલોજ ગામમાં જમીન વિવાદમાં એક વૃદ્ધાના મૃત્યુ પછી ત્રણ ત્રણ દિવસથી મૃતદેહ ઘર આગળ રઝળી રહ્યો છે વૃદ્ધ મહિલાની બે પુત્રીઓ અને કુટુંબીજનોએ વૃદ્ધ મહિલાની જમીન એનકેન પ્રકારે પચાવી લેનાર કુટુંબ વૃદ્ધાને અંતિમવિધિ કરે તેવી માંગ સાથે વૃદ્ધાના મૃતદેહને જમીન પચાવી પાડનાર પરિવારના ઘર નજીક મૂકી દેતા હાલ ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો

Advertisement

મોડાસા તાલુકાના મુલોજ ગામમાં ભુરીબેન સરદારજી ડામોર નામના 98 વર્ષીય વૃદ્ધાનું ત્રણ દિવસ અગાઉ કુદરતી મોત નિપજ્યા બાદ વૃદ્ધાની બે પુત્રીઓ અને કુટુંબીજનોએ વૃદ્ધાના મૃતદેહને વૃદ્ધ મહિલાની જમીન વેચાણ રાખનાર કુટુંબ સામે વૃદ્ધ મહિલાની જમીન પચાવી લીધી હોવાનો આક્ષેપ કરી અંતિમવિધિ ન કરતા અને જમીન રાખનાર પરિવાર વૃદ્ધ મહિલાની અંતિમવિધિ કરે તેવો હઠાગ્રહને પગલે વૃદ્ધ મહિલાની લાશ છેલ્લા ત્રણ ત્રણ દિવસથી અંતિમક્રિયા વગર રઝળી પડ્યો હતો ગુરુવારે વૃદ્ધ મહિલાના કુટુંબીજનો અને સમાજના અગ્રણીઓએ વૃદ્ધાની લાશને જમીન રાખનાર પરિવાર વાડામાં મૂકી આવતા બે પરિવારોના હઠાગ્રહમાં વૃદ્ધાની લાશ અંતિમવિધિ માટે તડપી રહી છે છેલ્લા ત્રણ દિવસથી ગામમાં સ્થિતિ તંગ બની છે ટીંટોઈ પોલીસ સ્થળ પર પહોંચી વૃદ્ધાની લાશની અંતિમક્રિયા ઝડપથી થાય તે માટે મહિલાની બે દીકરીઓ અને કુટુંબીજનો સાથે વાર્તલાપ કરી રહી છે

Advertisement

એક બાજુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જીલ્લામાં લોકાર્પણ કરી રહ્યા હતા બીજીબાજુ વૃદ્ધાનો મૃતદેહ 72 કલાકથી અંતિમક્રિયા માટે રઝળતો હોય તેવી સ્થિતિ સર્જાતા પોલીસતંત્ર અને વહીવટી તંત્રમાં હડકંપ મચ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!