મોડાસાના મુલોજ ગામમાં જમીનના વિવાદમાં વૃદ્ધાનો મૃતદેહ 72 કલાકથી અંતિમક્રિયાથી વંચિત રહેતા તંત્ર દોડતું થયું
ટીંટોઈ પોલીસે મૃતક વૃદ્ધ મહિલાની બે પુત્રીઓ અને પરિવારજનોને ભારે જહેમત બાદ સમજાવવામાં સફળ રહેતા વૃદ્ધાની અંતિમવિધિ થઇ શકી
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રના માનવીય અભિગમની સરાહના થઇ રહી છે ટીંટોઈ પોલીસે મુલોજ ગામમાં જમીન વિવાદમાં એક વૃદ્ધાના મૃત્યુ પછી ત્રણ ત્રણ દિવસથી મૃતદેહ ઘર આગળ રઝળી રહ્યો હોવાની માહિતી ટીંટોઈ પોલીસને મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતક વૃદ્ધ મહિલાના કુટુંબીજનો અને બંને પુત્રીઓને મોતનો મલાજો જાળવવા સમજાવટ કરતા આખરે વૃદ્ધ મહિલાના પુત્રીઓ અને પરિવારજનો અંતિમવિધિ માટે માની જતા ટીંટોઈ પોલીસ સાથે રહી વૃદ્ધાના અંતિમસંસ્કાર વિધિ પૂર્ણ કરી હતી ટીંટોઈ પોલીસના અથાગ પ્રયત્નો થકી 72 કલાકથી અંતિમવિધિ માટે રઝળતી વૃદ્ધાની લાશની અંતિમક્રિયા નસીબ થઇ હતી
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે ગુરુવારે મુલોજ ગામમાં પહોંચી સમગ્ર સ્થિતિ અંગે તાગ મેળવી ત્રણ ત્રણ દિવસથી અંતિમક્રિયાથી વંચિત વૃદ્ધા મહિલાની બે પુત્રીઓ,કુટુંબીજનો અને ગામના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જમીન વિવાદનો હઠાગ્રહ અંગે ઘટતું કરવાની હૈયાધારણા આપતા પુત્રીઓ અને કુટુંબીજનોની વૃદ્ધાની અંતિમવિધિ માટે સહમતી બની હતી
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામમાં રહેતા 98 વર્ષીય ભુરીબેન સરદારજી ડામોર નામની મહિલાનું ત્રણ દિવસ અગાઉ કુદરતી મોત નીપજ્યું હતું વૃદ્ધાની બે પુત્રીઓ અને કુટુંબીજનોએ વૃદ્ધાના મૃતદેહને વૃદ્ધ મહિલાની જમીન વેચાણ રાખનાર કુટુંબ સામે વૃદ્ધ મહિલાની જમીન પચાવી લીધી હોવાનો આક્ષેપ કરી અંતિમવિધિ ન કરતા અને જમીન રાખનાર પરિવાર વૃદ્ધ મહિલાની અંતિમવિધિ કરે તેવો હઠાગ્રહને પગલે વૃદ્ધ મહિલાની લાશ છેલ્લા ત્રણ ત્રણ દિવસથી અંતિમક્રિયા વગર રઝળી પડ્યો હતો ગુરુવારે વૃદ્ધ મહિલાના કુટુંબીજનો અને સમાજના અગ્રણીઓએ વૃદ્ધાની લાશને જમીન રાખનાર પરિવાર વાડામાં મૂકી આવતા બે પરિવારોના હઠાગ્રહમાં વૃદ્ધાની લાશ અંતિમવિધિ માટે તડપી રહી હોવાની જાણ ટીંટોઈ પોલીસને થતા મુલોજ ગામમાં પહોંચી હતી અને વૃદ્ધાની બે પુત્રીઓ અને પરિવારજનોને ભારે જહેમત બાદ સમજવામાં સફળ રહેતા ટીંટોઈ પોલીસે માનવતાવાદી અભિગમ દાખવી વૃદ્ધ મહિલાની અંતિમવિધિ માટે લાકડાથી લઇને લાશનને સ્મશાન સુધી લઇ જઈ દીકરીઓને સાથે રાખી અગ્નિ સંસ્કાર કર્યા હતા ટીંટોઈ PSI કોમલ રાઠોડ અને પોલીસ કર્મીઓ સહારો બન્યા હતા જેમાં વૃદ્વ મહિલાના અગ્નિ સંસ્કારમાં પોલીસે કાંધ આપી હતી ટીંટોઈ પોલીસની કામગીરી સમગ્ર પંથકમાં ભારે આવકારદાયક સાથે લોકોએ સરાહના કરી હતી