અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી 31 ડિસેમ્બરની ઉજવણી માટે રાજ્યમાં ઠલવાતા વિદેશી દારૂને અટકાવવા માટે એક્શન પ્લાન અપનાવી આંતરરાજ્ય સરહદો પરથી પ્રવેશતા વાહનોનું ઝીણવટભરી તપાસ હાથધરવામાં આવી છે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે ટ્રક – ટ્રેલરમાં વિદેશી દારૂની 12156 બોટલ જપ્ત કરી ટ્રક ચાલકને દબોચી લીધો હતો ટ્રક-ટ્રેલરમાં સંતાડેલ દારૂ રાજકોટ ડીલેવરી આપવાની હતી
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાની ટીમ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ હાથધરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરી લાખ્ખો રૂપિયાનો શરાબ ઝડપી રહી છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે ટ્રક-ટ્રેલરને અટકાવવાનો ઈશારો કરતા ચાલક અને ક્લીનર ટ્રકને રોડની સાઈડમાં ઉભું રાખી અંધારામાં નાસવા જતા પોલીસે પીછો કરી ટ્રક ચાલક ને દબોચી લીધો હતો ક્લીનર અંધારામાં ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રકમાં પ્લાસ્ટિક કવરિંગ કરી સંતાડેલ વિદેશી દારુની બોટલ નંગ-12156 કીં.રૂ.3252060/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક કમલ રૂપનારાયણ જાટ (રહે,મીરાપુરા-રાજ)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂ, ટ્રક, ફોન મળી કુલ.રૂ.42.54 લાખનો દારૂ જપ્ત કરી દારૂ ભરી આપનાર રાજસ્થાન જયપુરના બુટલેગર શંકર રૂડારામ જાખડ અને તેના માણસ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા