32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ Rajkotiansને થર્ટી ફર્સ્ટમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરો પર શામળાજી પોલીસ ભારે પડી,...

Rajkotiansને થર્ટી ફર્સ્ટમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરો પર શામળાજી પોલીસ ભારે પડી, ટ્રકમાંથી 10.38 લાખનો શરાબ જપ્ત કર્યો

0
226

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન સહીત ઉત્તર ભારતના બુટલેગરો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા અધીરા બન્યા છે શામળાજી સહીત અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય 8 સરહદ પર રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકીંગ કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે ટ્રકમાં સંતાડીને રાજકોટમાં ઘુસાડાતા 32.52 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યાના ગણતરીના કલાકોમાં વધુ એક ટ્રકમાંથી 10.38 લાખનો શરાબ જપ્ત કર્યો હતો રાજકોટીયન્સના બુટલેગરો અને શરાબના શોખીનો માટે શામળાજી પોલીસ ભારે પડી રહી છે

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાની ટીમે બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી હાઇવે પર પેટ્રોલિંગ અને બાતમીદારો સક્રિય કરી સતત વિવિધ નાના-મોટા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકીંગ દરમિયાન ટ્રકમાં કોલસાના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવાનો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક આવતા અટકાવી તલાસી લેતા ટ્રકમાં કોલસાના પાવડરના કટ્ટાઓની નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ- 3744 કીં.રૂ.1038432/- જપ્ત કરી ટ્રક ચાલક નીરજ ધનસિંહ ચૌહાણ અને ઈશ્વર બાલવીરસિંહ ખાતી (બંને,રહે.ન્યુ દિલ્હી)ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ રૂ.18.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર સોનુ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ટ્રકમાં ભરેલ 10.38 લાખનો વિદેશી દારૂનો જથ્થો રાજકોટ પહોંચી મોબાઈલ નંબર પર સંપર્ક કર્યા બાદ બુટલેગરે જણાવેલ સ્થળે ઠાલવવાનો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!