32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા શહેરની ITI સામે આવેલ શ્યામનગર સોસાયટીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં...

અરવલ્લી : મોડાસા શહેરની ITI સામે આવેલ શ્યામનગર સોસાયટીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં જળબંબાકાર જેવી સ્થિતિ રોડ પર નદી વહી

0
126

મોડાસા શહેરની શ્યામનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પુરા પડાતા પાણીના જથ્થાની લાઈનમાં ભંગાણ સર્જાતા ભર શિયાળે ભાદરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું માલપુર રોડ પર આઈટીઆઈ થી કોર્ટ સુધી રોડ પાણીથી તરબોળ બન્યો હોય તેમ ચોમાસા જેવો માહોલ જોવા મળતા રાહદારીઓ અને વાહનચાલકો પણ હજ્જારો લીટર પાણીનો વેડફાટ જોઈ વિચારમાં પડી ગયા હતા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઈનનું સમારકામ હાથધરવામાં આવ્યું હતું

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ચોમાસામાં અપૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે બીજીબાજુ માનવ સર્જિત પાણીના વેડફાટથી ઉનાળામાં પાણીની તંગીની સમસ્યા સર્જાઈ શકે છે મોડાસા શહેરના માલપુર રોડ પર આઈટીઆઈ સામે આવેલ શ્યામનગર સોસાયટીમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા શ્યામ નગર સોસાયટીના માર્ગ સહીત માલપુર રોડ પર પાણી પાણી થઈ ગયું હતું ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.પાણીના વેડફાટ ને કારણે માર્ગ ઉપર જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!