asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

EXCLUSIVE : મોરબી PWDમાં ફરજ બજાવતા મોડાસાનો ઈજનેર 2 લાખ લાખની લાંચ માંગતા મોરબી ACBમાં ફસાયો


Advertisement

ગુજરાતની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટચાર બની ગયો છે અરવલ્લી જીલ્લા પંચાયતના તત્કાલીન આસિસ્ટન્ટ ઈજનેર અને હાલ મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ઇજનેરે ડામર રોડના કોન્ટ્રાકટર પાસે બિલમાં અભિપ્રાય આપવા માટે 2 લાખ રૂપિયાની માંગ આંગડિયા પેઢી મારફતે માંગતા કોન્ટ્રાકર સમસમી ઉઠ્યો હતો લાંચિયા અધિકારીને સબક શીખવાડવા મોરબી એસીબીનો સંપર્ક કરતા મોરબી એસીબી પોલીસે છટકું ગોઠવ્યું હતું જેમાં આબાદ ફસાઈ ગયો હતો લાંચ ની રકમ એન્જીનીયરે તેના વતન મોડાસાની આંગડિયા પેઢીમાં મંગાવતા તેના પિતાને 2 લાખ રૂપિયા લેવા મોકલતા અરવલ્લી એસીબીની ટીમે ઇજનેરના પિતાને ડિટેન કરી મોરબી એસીબીને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાનું કામકાજ કરતી ખાનગી કંપનીના પેટા કોન્ટ્રાકટર માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવેથી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ 19.6 કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હતા આ કામ પેટે કોન્ટ્રાકટરે 3.40 કરોડનું બિલ મંજુર કરવા મોકલતા બિલ ફાઈલ હળવદ ખાતે આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ઉમંગ ચૌધરીને અભિપ્રાય આપવાનો હોવાથી ભ્રષ્ટાચારી ઇજનેરે ફાઈલ દબાવી રાખતા કોન્ટ્રાકટરે ઉમંગ ચૌધરીનો સંપર્ક કરતા બિલના 0.75 ટકા પ્રમાણે વહિવટની માંગ કરતા કોન્ટ્રાકટરને રૂ.2.55 લાખ આપવાના થતા હતા. જેમાંથી 2 લાખ માટે કોન્ટ્રાકટરે શનિવારનો વાયદો કર્યો હતો

Advertisement

Advertisement

ફરિયાદી કોન્ટ્રાકટર લાંચ આપવા માંગતા ન હોવાથી અને લાંચિયા અધિકારીને કાયદાકીય પાઠ ભણાવવા મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો.એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં લાંચિયા આસિસ્ટન્ટ એન્જીનીયર ઉમંગ ચૌધરીએ ફરિયાદી કોન્ટ્રાકટરને 2 લાખ રૂપિયા મોડાસા આંગડિયા પેઢી મારફતે મોકલી આપવાનું જણાવતા મોરબીની કોઇપણ આંગડીયા ઓફીસમાં જઇ આંગડીયુ કરી રૂ.2 લાખ મોડાસા મોકલી આપવાનું જણાવ્યું હતું. જેને પગલે એ.સી.બી. પોલીસે આજે પી.એમ. આંગડીયા પેઢીની ઓફીસ, નવા ડેલા રોડ, ધરતી ટાવર, બેંક ઓફ બરોડાની પાછળ છટકું ગોઠવ્યું હતું. કોન્ટ્રાકટરે ઉમંગ ચૌધરી ને વાત કરતા તેની સાથે અને આંગડિયા પેઢીના કર્મી સાથે હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પી.એમ.આંગડીયા પેઢીમા આંગડીયુ કરાવવાનુ કહી લાંચ સ્વીકૃતિની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ આરોપીની સૂચના મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારીને આપી હતી. જેની સ્લીપ લખી આપતા એ.સી.બી. પોલીસે મુદાની નોટો પી.એમ. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કબ્જે કરી હતી તેમજ અરવલ્લી ACB
પીઆઈ ગઢવીનો સંપર્ક કરી લાંચની રકમ ઈજનેરનો પિતા મોડાસા આંગડિયામાં આવવાનો હોવાની જાણ કરતા એસીબીની ટીમ શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલ પીએમ આંગડિયા પેઢી આજુબાજુ વોચ ગોઠવી લાંચની રકમ 2 લાખનું આંગડિયું લેવા આવેલ તેના પિતાને ડિટેન કરી મોરબી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!