26.5 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે સતત ત્રણ દિવસમાં ત્રણ ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ...

અરવલ્લી : શામળાજી પોલીસે સતત ત્રણ દિવસમાં ત્રણ ટ્રકમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો, અમદાવાદ અસલાલીમાં બુટલેગર દારૂ વેચતો

0
126

થર્ટી ફર્સ્ટમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા બુટલેગરો ટ્રકે ટ્રક દારૂ ભરી ગુજરાતમાં ઠાલવી રહ્યા છે અરવલ્લી SP શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે ત્રણ દિવસમાં ત્રણ ટ્રકમાંથી 52 લાખથી વધુનો શરાબ ઝડપી લીધો છે શામળાજી પોલીસે શનિવારે અમદાવાદના અસલાલી ગોડાઉનમાં ઠાલવવા લઇ જવાતા 9.09 લાખનો વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો

શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ઝીણવટભરી રીતે તલાસી લઇ વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બનેલ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં કાપડના તાકાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-2160 કીં.રૂ.
909600/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક યોગેશ ભાગુજી ગુર્જર (રહે, દહીમથા,ભીલવાડા-રાજસ્થાન)ને દબોચી લઇ દારૂ, ટ્રક સહીત મળી રૂ.17.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર સંતોષલાલ (રહે,ભીલવાડા-રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!