asd
30 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : LCBએ રાજસ્થાનમાં ઘરફોડ ચોરી કરનાર જલાલ મુલતાનીને અને ટીંટોઈ પોલીસે સરફરાજ મુલતાનીને પશુ ક્રૂરતાના ગુન્હામાં દબોચ્યો


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા ગુન્હેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે રાજસ્થાનના સાબલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર જલાલ સફી મુલતાનીને મોડાસા બસ પોર્ટ નજીકથી ઝડપી લીધો હતો ટીંટોઈ પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી પશુ ક્રૂરતા રાજસ્થાન પોલીસને હંફાવતા સરફરાજ ઇકબાલ મુલતાનીને ખોડંબા એસટી સ્ટેન્ડ નજીકથી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા નિર્માણધીન મોડાસા બસ સ્ટેન્ડ નજીક રાજસ્થાનના સાબલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર જલાલ સફી મુલતાની (રહે,ચાંદટેકરી-મોડાસા) ફરતો હોવાની બાતમી મળતા પોલીસે જલાલ મુલતાનીને કોર્ડન કરી દબોચી લઈ ટાઉન પોલીસને સુપ્રત કર્યો હતો

Advertisement

ટીંટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે મોડાસા-શામળાજી હાઇવે પર પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાનના અંબાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુન્હાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી રાજસ્થાન પોલીસને હાથતાળી આપતો મોડાસા શહેર ના ચાંદટેકરીમાં રહેતો સરફરાજ ઇકબાલ વણજારા (મુલતાની) મોડાસા તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા ખોડંબા એસટી બસ સ્ટેન નજીક વોચ ગોઠવી સરફરાજ મુલતાનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!