asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

bitcoin અને ક્રિપ્ટો કરન્સી નામે ગુજરાતીઓના 1હજાર કરોડનું કૌભાંડ કરનાર સોનુસિંહની ઇડીએ ઝડપ્યો : અરવલ્લીમાં અનેક કંપનીઓ સક્રિય


અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બીટ કોઈન, ક્રિપ્ટો કરન્સી, શેર બજાર અને વિદેશી ચલણમાં રોકાણના નામે પૈસા ઉલેસતી અનેક લેભાગુ કંપની
લેભાગુ કંપનીઓ રજીસ્ટ્રેશન ધરાવતી હોવાના દાવા,RBIમાં રજીસ્ટર્ડ થયેલી છે કંપનીઓ…?? અરવલ્લી-સાબરકાંઠામાં અનેક સોનુસિંહ પેદા થયા છે જો….જો તમારા ખૂન-પસીનાના રૂપિયા હડપ ન થાય
અરવલ્લી-સાબરકાંઠામાં લેભાગુ કંપનીઓમાં રોકાણકારોના રૂપિયા લૂંટવા હરીફાઈ વાર્ષિક 36 થી 48 ટકા વ્યાજ આપતી કંપની સામે એક કંપની 60 ટકા વ્યાજ આપી રહી છે
રાષ્ટ્રીય અને સહકારી બેંક વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવા માટે પણ વિચારતી હોય તો વાર્ષિક 36 થી 48 ટકા વ્યાજ કઈ રીતે શક્ય છે..??
Mera Gujarat સાતત્ય ભર્યું પત્રકારત્વ કોઈ કંપની કે વ્યક્તિગત નુકશાન માટે કરતુ નથી…ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ યથાવત રહેશે
એક તાલુકામાં મોરની કળા કરવામાં માહિર એજન્ટ અંગે વાંચો ટૂંક સમયમાં

Advertisement

ગુજરાતી રોકાણકારોના કરોડો રૂપિયા બીટકોઈન,ક્રિપ્ટો કરન્સી સહીત રીઅલ એસ્ટેટમાં રોકાણ કરતી શાઇન સીટી ગ્રુપ ઓફ કંપની શરૂઆતમાં રોકાણકારોને માસિક અને વાર્ષિક અધધ વ્યાજ આપી મસમોટી ઓફિસો અને ભપકાદાર પાર્ટીઓ આપી એજન્ટો મારફતે એક હજાર કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા પછી શટર પાડી દેતા રોકાણકારોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ઇડીએ શાઇન સીટી ગ્રુપના એક હજાર કરોડનું કૌભાંડ આચારનાર ઉધવસિંહ ઉર્ફે સોનુસિંહ ધરપકડ કરી લીધી છે ત્યારે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બીટકોઈન,ક્રિપ્ટો કરન્સી અને ડોલરમાં રોકાણ કરી દરરોજ લાખ્ખો-કરોડો રૂપિયા કમાણી કરતા હોવાની હવા ઉભી કરી ગ્રુપ ઓ કંપની,એન્ટરપ્રાઇઝ,કન્સલ્ટન્સી સહીતના નામ ધારણ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓફિસ ખોલી લોકો સાથે છેતરપિંડી કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

Advertisement

શાઇન સીટી ગ્રુપ ઓફ કંપનીએ ગુજરાત,મહારાષ્ટ્ર સહીત અન્ય રાજ્યમાં જાહેર જનતાને જંગી વળતર આપવાની લોભામણી જાહેરાતો આપીને આશરે એક હજાર કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લીધા બાદ કંપનીએ રાતોરાત ઉઠામણું કરતા લાલચુ ગુજરાતીઓના કરોડો રૂપિયા લૂંટાઈ ગયા છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં મસમોટા તાયફા કરી કેટલાક સમાજના દલાલો મારફતે હોટલમાં પાર્ટી રાખી રોકાણકારોમાં ભપકો ઉભો કરી જમણવાર અને ટી-પાર્ટીના નામે રોકાણકારોને એકઠા કરી ક્રિપ્ટો કરન્સી, બીટ કોઈન અને ડોલરમાં રોકાણ કરવાની માસ્ટરી ધરાવતા હોવાનું જણાવી રોકાણકારોને મૂડી રોકાણ પર દર મહિને 3 થી 5 ટકા અને વાર્ષિક 36 થી 60 ટકા વળતર આપવાની મૌખિક ગેરેંટી આપી લાખ્ખો-કરોડો રૂપિયા ડિપોઝીટ પેટે ઉઘરાવી રહ્યા છે લાલચુ હોય ત્યાં લોભિયા ભૂખ્યા ન રહે તે યુક્તિ સાર્થક સાબિત થઇ રહી છે અરવલ્લી- સાબરકાંઠા જીલ્લામાં બીટ કોઈન અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ફંડ મેળવતી કંપનીઓ ગમે તે ઘડીએ બોરી-બિસ્તરા ભરી ઉઠામણું કરવાની ભીતિ સેવાઈ રહી છે

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!