શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબીરનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ રક્તદાન શિબીરને ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા દિપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુકવામા આવ્યો હતો.આ રક્તદાન શિબીરમાં પોલીસ કર્મચારોઓ,નાગરીકો.પત્રકારો,હોમગાર્ડસ જવાનો દ્વારા રકતદાન કરાયુ હતુ.આગામી સમયમાં શહેરાનગરમાં પણ એક બ્લડબેંક શરુ કરવામા આવશે તેવી જાહેરાત ધારાસભ્ય દ્વારા કરવામા આવી હતી.
રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા શહેરા પોલીસ સ્ટેશન દ્વારા પહેલીવાર એક રક્તદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.રક્તદાન શિબીર કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમનુ શહેરા પોલીસ પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.દિપ પ્રાગ્ટય કર્યા બાદ રક્તદાન શિબીરને ખુલ્લી મુકી હતી.પ્રાસંગિક સંબોધન માં તેમણે શહેરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત કરવામા આવેલા રક્તદાન કેમ્પના કાર્યક્રમને બિરદાવ્યો હતો.તેમણે સુંદર આયોજન કરવા બદલ પીઆઈ રાહુલસિંહ રાજપુતને પણ અભિનંદન પાઠ્વ્યા હતા.રક્તદાન કરનારા સૌદાતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.સાથે સાથે જેઠાભાઈ ભરવાડ દ્વારા આવનારા સમયમાં શહેરાનગરમાં બ્લડબેંક પણ શરુ કરવામા આવશે.જેથી શહેરાનગર અને તાલુકાની જનતાને ગોધરા કે લુણાવાડા સુધી લોહી લેવા જવુ નહી પડે.રકતદાન મહાદાન છે.અને રકતદાનથી કોઈ ગરીબની જીંદગી બચી શકે છે.શહેરા ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરાની તબીબી ટીમ,વોલીટીયર્સ, અમેરીકાથી આવેલા હરીશભાઈ પટેલ, શહેરા પોલીસ મથકના કર્મચારીઓ,મહિલા કર્મચારીઓ,હોમગાડર્સ ટી.આર.બી જવાનો, રાજકીય આગેવાનો નાગરિકો હાજર રહ્યા હતા.નાગરિકો,પોલીસ જવાનો,તાલુકાના નાગરિકો,તેમજ પત્રકારો દ્વારા પણ રક્તદાન કરવામા આવ્યુ હતુ.