થર્ટી ફર્સ્ટમાં દારૂમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા માટે બુટલેગરો વિવિધ વાહનો મારફતે નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે મેઘરજ પોલીસે બાઈક પર દારૂ ભરી પસાર થતા બુટલેગરનો ખાનગી કારમાં પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યોની માફક પોલીસની કારે અન્ય બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને સ્થળ પર હજાર પોલીસ જવાનને બેફામ ગાળો બોલતા અને હપ્તા લેતા હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ પોલીસે ખાનગી કારમાં વિદેશી દારૂની બાઈક પર ખેપ મારી રહેલ બુટલેગરનો ફિલ્મીઢબે પીછો કરતા રોયણીયા નજીક પહોંચતા રોડ પર પસાર થતી અન્ય બાઈકને કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થળ પર હાજર પોલીસકર્મીને અપશબ્દો બોલવાની સાથે કામગીરી અંગે આડેહાથે લીધો હતો મામલો તંગ બનતા પોલીસકર્મીએ મેઘરજ પોલીસને જાણ કરી હતી