મોડાસા તાલુકાના શામપુર ગામે સંત મેળાવડા હરિ ભજન સાથે અન્ન ક્ષેત્રનો શુભારંભ આજુબાજુ વસતા નીસહાય વૃદ્ધો જરૂરીયાત માટે અન્ન ક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસીહ પરમાર ,સદગુરુ કિરણરામ મહારાજ દેવાયત ધામના સંત શ્રી ધનેશ્વર ગિરિજી મહારાજ સાથે અમેરિકાના સામાજિક કાર્યકર રમેશ શાહ જીવદયા પ્રેમી નીલેશ જોષી,જશુભાઈ મીઠાવાળા,સાથે મોટી સંખ્યામાં સંતો મેળવડામાં મોટી પ્રમાણમાં ભક્તો હાજર રહ્યા હતા. મંચસ્થ મહેમાનો દ્વારા આ અન્ન ક્ષેત્ર એ વીરપુરના જલારામ બાપાએ જેવું કામ કર્યું હતું તેવું કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને લોકોને અન્યક્ષેત્ર માટે દાન આપવા માટેની અપીલ પણ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપ રામ મહારાજ આયોજક વિનોદ મેસરીયા સાથે શામપુર ગ્રામજનોએ કરી હતી