આજનો યુવાવર્ગ તેમનો મોટા ભાગનો સમય સોશ્યલ મીડિયા ના ઉપયોગમાં રચ્યો પચ્યો રહે છે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી અનેક સગીરાઓ, યુવતીઓ સહીત મહિલાઓ છેલબટાઉ યુવકોની જાળમાં ફસાઈ બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગઈ છે સોશિયલ મીડિયાના વપરાશ બાદ સાઈબર ક્રાઈમના ગુનાઓમાં પણ વધારો થયો છે. ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને લોકોને બ્લેકમેલ કરવાના કિસ્સામાં પણ વધારો થયો છે સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરનાર યુવતીઓ માટે મોડાસાનો આ કિસ્સો આંખ ઉઘાડવા માટેનો દાખલારૂપી છે
મોડાસા શહેરમાં રહેતો બે બાળકોના પિતા એવા સનકી યુવકે સોશ્યલ મીડિયા મારફતે અમદાવાદની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ દરરોજ બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા યુવકે યુવતીને વાતોમાં ફસાવી યુવતીના ફોટો મંગાવી લીધા બાદ યુવકના મનમાં વાસનાનો કીડો સળવતા યુવતીને મળવા માટે સતત દબાણ કરી યુવતીને મળવા નહીં આવે તો તેના ફોટો એડિટિંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અપાતા યુવતીના પગતળેથી જમીન ખસકી ગઈ હતી યુવક સતત બ્લેક મેલ કરતો હોવાથી યુવતીએ સનકી યુવકની શાન ઠેકાણે લાવવા મોડાસા પહોંચી 181 અભયમ ટીમની મદદ માંગતા 181 અભયમની ટીમ યુવતી સાથે યુવકના ઘરે પહોંચી હતી
અરવલ્લી અભયમ હેલ્પલાઈનના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ યુવતી ઘરે પહોંચતાની સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીને ફસાવી બ્લેકમેલ કરનાર યુવક બે બાળકોનો પિતા હોવાની જાણ થતા યુવતી ચોંકી ઉઠી હતી તેમ છતાં અપરણિત હોવાનું કહીં યુવતીને ફસાવવા માંગતા યુવક અને તેનો પરિવાર 181 અભયમ ટીમ જોઈ ઢીલો પડી ગયો હતો કાઉન્સિલર ચેતના ચૌધરીએ યુવકને શાનમાં સમજાવી યુવકનું લગ્નજીવનમાં ભંગાણ ન સર્જાય તે માટે યુવતીની સમજાવટ કર્યા બાદ યુવકના મોબાઈલ માંથી અમદાવાદની યુવતીનો મોબાઈલ નંબર તેમજ ફોટા ડીલીટ કરાવેલા તેમજ ફરી આવું નહીં કરે તેવું લેખિત બાંહેધરી પત્રક લખાવી યુવતીની માફી મંગાવી હતી 181 અભયમ ની ટીમે યુવકનો પરિવાર તૂટતો બચાવી લીધો હતો અમદાવાદની યુવતીએ 181 અભયમની ટીમની કુનેહપૂર્વકની કામગીરીની સરાહના કરી હતી