હિંમતનગરના સવગઢમાં રોડ પર માટી અને પ્લાસ્ટિક સાથે મુખ્ય માર્ગ પર સફાઈનો અભાવ
AdvertisementAdvertisement
હિમતનગર ના સવગઢ ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે અજાણ બની આજ દિન સુધી સાફ-સફાઈ કરાવામાં નીરસતા દાખવી રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાનનું છડેચોક ઉલ્લંઘન કરી નબળી કામગીરીથી જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. સવગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર ધુળ- માટી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે.
સ્વચ્છતા હિ સેવા અભિયાનના લીરે લીરા ઉડયા સ્વચ્છતા બાબતે જાગૃતીનો અભાવ સાથે સાથે સવગઢ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ચાર જેટલી સ્કુલો તેમજ રહેણાંક સોસાયટીઓ અને મોલની સાથે ખેડૂતોના ખેતરોમાં પણ હવા પદુષણથી પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે .બન્ને સાઈડોમાં ધુળ અને માટીના થર જામેલ હોવાથી રોડ પરથી વાહન પસાર થતા રોડ પરની ધુળ રાત્રી કે દિવસ દરમ્યાન વાહન ચાલકો, રાહદારીઓની આંખોમાં પડવાને કારણે જીવનું જોખમ તેમજ કોઈ અકસ્માત સર્જાય તેની ભીતી રહ્યા કરે છે.