26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home ક્રાઇમ લો…બોલો હવે દૂધ ઉત્પાદક મંડળીનો સેક્રેટરી બુટલેગર બન્યો : બાયડ પોલીસે બોર...

લો…બોલો હવે દૂધ ઉત્પાદક મંડળીનો સેક્રેટરી બુટલેગર બન્યો : બાયડ પોલીસે બોર ટીંબા તબેલામાંથી 56 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

0
180

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર થર્ટી ફર્સ્ટમાં વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા દિવસ રાત દોડાદોડી કરી રહી છે બાયડ પોલીસે બોર ટીંબા ગામમાં કરિયાણાની દુકાનની પાછળ તબેલામાં બનાવેલ ગોડાઉનમાં બોર ટીંબા દૂધ ઉત્પાદક મંડળી લખેલ તિજોરીમાંથી વિદેશી દારૂની 238 બોટલ જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગર શના નાના પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા બુટલેગર શનો પરમાર દૂધ ઉત્પાદક મંડળીમાં સેક્રેટરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

બાયડ પ્રો.પીઆઈ એસ.ડી.ગિલવા અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બોર ટીંબા ગામમાં શના નાના પરમાર નામનો બુટલેગર તેની કરીયાણાની દુકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ત્રાટકતા બુટલેગર ફરાર થઈ ગયો હતો કરીયાણાની દુકાનમાં તલાસી લેતા કંઈ વાંધાજનક જણાઇ ન આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી જોકે બાતમી સજ્જડ હોવાથી પોલીસે કરિયાણાની દુકાન પાછળ આવેલ તબેલામાં બનાવેલ ગોડાઉનની તલાસી લેતા ગોડાઉનમાં રહેલ બોર ટીંબા દૂધ ઉત્પાદક મંડળી લખેલ તિજોરીમાંથી વિદેશી દારૂ-બિયર બોટલ નંગ- 238 કીં.રૂ.56150/- નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર શના નાના પરમાર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!