અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી),ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં અનેક અસામાજીક તત્ત્વો રહે છે રાજસ્થાનના સાગવાડા વિસ્તારમાં ચોરી-લૂંટમાં સંડોવાયેલ બંટી-બબલી મોડાસા શહેરમાં હોવાની બાતમી મળતા રાજસ્થાન પોલીસે ટાઉન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથધરી સર્વોદય નગર વિસ્તારમાં રહેતા બંટી-બબલીને ઝડપી લીધા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમને રાજસ્થાન પોલીસે સાગવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી-લૂંટના ગુન્હાને અંજામ આપનાર સર્વોદયનગરના દેવા ધીરા સલાટ અને વાલીબેન પાનસિંગ સોલંકી (રહે,કુબેરનગર-અમદાવાદ,મૂળ રહે,દિલ્હી) ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પનાહ લીધી હોવાની જણાવતા ટાઉન પોલીસે બાતમીદારો સક્રિય કરી ટેક્નિકલ સર્વલન્સના આધારે બંટી-બબલી સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં બંટી દેવા સલાટના ઘરે હોવાની બાતમી મળતા રાજસ્થાન પોલીસ અને ટાઉન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી બંનેને દબોચી લઇ રાજસ્થાન પોલીસને સુપ્રત કર્યા હતા