asd
33 C
Ahmedabad
Tuesday, October 8, 2024

હિંમતનગરના ખેડતસીયા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ, સાઈકલ લઈને મોર્નિંગ વોકમાં નીકળેલ વેપારીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત



હિંમતનગરના ખેડ તસીયા રોડ પર નિત્યક્રમ મુજબ સવારે સાઈકલીંગ માટે નિકળેલા વેપારી સાઈકલ રાઈડરને પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી આવતા કારના ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં મોત થયું હતું. ઘટનાની જાણ એ.ડિવિઝન પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બેફામ વાહન હંકારનાર વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

પ્રાપ્ત વિગત અનસાર હિંમતનગરના મીનારા મસ્જીદ પાસે રહેતા ૬૩ વર્ષીય યુસુફભાઈ વલીમહમંદ હરસોલીયા નિત્ય સાયકલીંગ કરતા હતા. ગુરૂવારે વહેલી સવારે તેઓ નિત્ય ક્રમ મુજબ ખેડતસીયા રોડ પર પોતાની સાયકલ સાથે સાયકલીંગમાં નિકળ્યા હતા તે દરમ્યાન બેફામગતીએ આવતી વેગનાર કાર નં.જીજે.૦૯.બી.જે.૭૭૦૪ના ચાલકે સાયકલ રાઈડરને પાછળથી ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

Advertisement

Advertisement

અકસ્માતની આ ઘટનામાં યુસુફભાઈ હરસોલીયાને શરીર પર ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળ પરજ મોત થયુ હતુ તેમ છતાં ૧૦૮ને જાણ થયા બાદ વૃધ્ધ વેપારીને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હરસોલીયાએ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવિઝનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!