૧૦ હજારથી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
Advertisement
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે આગામી રવિવારે સવારે ૮ થી સાંજના ૫ સુધી યોજાનારા અંગદ શકિત એકત્રીકરણના કાર્યક્રમમાં 7 હજારથી વધુ સ્વયસેવકો જોડાશે. કાર્યક્રમમાં આર.એસ.એસ.ના વિભાગ સંઘચાલક પ્રકાશભાઈ પરમાર અને જીલ્લા કાર્યવાહ જયેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે રવિવારે ૧૧ વાગ્યે સંઘના પુર્ણ ગણવેશધારી સ્વયંસેવકોનું બે ભાગમાં પથ સંચલન યોજાશે. ઉપરાંત ભોજન બાદ બપોરના સમયે સ્વયંસેવકોની તાલુકા વાઈઝ બેઠકો યોજાશે ત્યારબાદ સાંજે ૩.૪૫ કલાકે જાહેર કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં શકિત એકત્રીકરણના નેજા હેઠળ જીલ્લાભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૦ હજારથી વધુ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવી સ્વખર્ચે હિંમતનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ મોડી સાંજના પોતાના વિસ્તારમાં પરત ફરશે. હજ્જારો સ્વયંસેવકોના ભોજન પ્રબંધ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિની ૧૦૦ થી વધુ બહેનો દ્વારા રોટલી એકત્રીકરણનું કાર્ય પુર્ણ કરીને આ બહેનો સ્વયંસેવકોને જમાડશે. અંગદ શકિત એકત્રીકરણના કાર્યક્રમને અંતિમ ઓપ આપવા હાલમાં શહેરના મોદી ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે.