37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પોલિસ દમન તેમજ લોકશાહી વિરૂદ્ધ નજર કેદ કરવાને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટરને...

પોલિસ દમન તેમજ લોકશાહી વિરૂદ્ધ નજર કેદ કરવાને લઇને અરવલ્લી જિલ્લા કલેક્ટરને કોંગ્રેસ પાર્ટીની રજૂઆત

0
274

ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન પહેલા કોંગ્રેસ પાર્ટી અરવલ્લી જિલ્લાના આગેવાનોની પોલિસ અટકાયત તેમજ નજર કેદ કરવાનો ભારે વિરોધ થયો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેક્ટર ચેમ્બર બહાર સુત્રોચ્ચાર કરીને સરકાર તેરી તાનાશાહી નહીં ચલેેંગીના નારા લગાવ્યા હતા. આઉટ સોર્સિંગ કર્મચારીઓનું શોષણ,  કોન્ટ્રાક્ટ પદ્ધતિ થકી કર્મચારીઓનું આર્થિક શોષણ સહિતના વિવિધ મુદ્દાઓને લઇને કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં સુત્રોચ્ચાર કરીને અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનોને પોલિસે નજર કેદ કરતા કોંગ્રેસ પાર્ટીમાં રોષ જોવા મળ્યો હતો, અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કમલેન્દ્રસિંહ પુવાર, કાદર અલી, જિલ્લા પંચાયતના પૂર્વ ન્યાય સમિતીના ચેરમેન રેવાભાઈ ભાંભી, મોડાસા શહેર પ્રમુખ રાહુલ પટેલ, ચિરાગ ઉપાધ્યાય, સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર કર્યા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!