38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ અરવલ્લી : ઇસરી કેન્દ્ર પર ધોરણ 10 ના વિધાર્થીઓ ને કંકુ તિલક...

અરવલ્લી : ઇસરી કેન્દ્ર પર ધોરણ 10 ના વિધાર્થીઓ ને કંકુ તિલક અને ગોળ ધાણા ખવડાવી પ્રવેશ અપાયો

0
278

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે ત્યારે મેઘરજ તાલુકાના ઇસરી સેન્ટર પર ધોરણ 10 ના વિધાર્થીઓ ને કંકુ તિલક તેમજ ગોર ધાણા ખવડાવી પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં વાત કરવામાં આવેતો છેલ્લા બે વર્ષ થી કોરોના ના કારણે બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી જેના કારણે આ વર્ષે ફરીથી બોર્ડની પરીક્ષા યોજાતા વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વધુમાં વિધાર્થીઓ એ જણાવ્યું હતું કે અમે આ સાલ પુરી મહેનત કરી છે અને સારુ પરિણામ મેળવીએ તેવી આશા રાખી આજે અમે પરીક્ષા આપી રહ્યા છે અને એમાં કોરોના પછી આ પરીક્ષા આપી રહ્યાં છે એ ખરેખર અમારું સદભાગ્ય છે અને અમે મહેનત કરી સારુ પરિણામ લાવીશું તેવું જણાવ્યું હતું.

ઇસરી સેન્ટરમાં ધોરણ 10 માં કુલ 22 બ્લોક ની ફારવણી કરવામાં આવી છે તેમજ બે અલગ અલગ યુનિટમાં બોલ્કની ફારવાની કરવામાં આવી છે તેમજ સમગ્ર કેમ્પર્સ CCTV કેમેરા થી સજ્જ કરી દેવામાં આવ્યું છે જેમાં પહેલા યુનિટમાં 1 થી 12 બ્લોક તેમજ 2 યુનિટમાં 13 થી 22 બ્લોક ની ફારવાની કરવામાં આવી છે અને બન્યે યુનિટમાં કુલ 360 વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વધુમાં આ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તેમ સૂચના મુજબ તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરીદેવામાં આવી છે અને શાંતિ પૂર્ણ પરીક્ષા પૂર્ણ થાય તેમ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!