સાબરકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ કાર્યક્રમોની તૈયારી અને કામગીરીની સમીક્ષા કરાઈ હતી. કલેકટર કચેરીમાં વિવિધ કાર્યક્રમો પેકી ટેબ્લો, પરેડ ગ્રાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ખેડબ્રહ્મા ખાતે યોજાશે.
જિલ્લા કલેકટર દ્વારા વિવિધ સમિતિઓને તેમની કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપી આગામી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ સંત શ્રી નથુરામબાપુ જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. બેઠક વ્યવસ્થા, ટેબ્લો, પરેડ ગ્રાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, ખેડબ્રહ્મા પ્રાંત તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા