અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર થર્ટી ફર્સ્ટમાં પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે સપાટો બોલાવતા શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધંધાસણ ગામમાં બુટલેગર ના ઘરમાંથી 216 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના જામાપુર ગામ નજીક દારૂ ભરેલ પીકઅપ ડાલાનો ફિલ્મીઢબે પીછો કરી 5 લાખના દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે સપાટો બોલાવતા 24 કલાકમાં બે પોલીસ સ્ટેશન હદમાં ત્રાટકી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધંધાસણ ગામમાં યોગેશ ખીલજી નિનામા નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકતા બુટલેગર ફરાર થઇ જતા પોલીસે ઘરની દીવાલને અડીને મકાઈના ઘાસમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-216 કીં.રૂ.62640/-નો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા શામળાજી તરફથી વિદેશી દારૂ ભરેલ પીક અપ ડાલું મોડાસા તરફ પસાર થવાનું બાતમી મળતા જીવણપુર નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી બાતમી આધારિત પીકઅપ ડાલાને અટકાવતા પીકઅપ ડાલાના ચાલકે પીકઅપ પુરઝડપે હંકારી મુકતા એલસીબી પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા પીકઅપ ડાલાને જામાપૂર નજીક રોડ સાઈડ ઉભું રાખી બુટલેગરો નાસવા જતા કોર્ડન કરી રાજસ્થાન ના 1)તુલસી લાલ મોંગીલાલ મેવાડા અને 2)જાકીરહુસેન જમીદ મોહમ્મદ ગુર્જરને દબોચી લઇ પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-209 કીં.રૂ.500500/- તેમજ મોબાઈલ અને પીકઅપ ડાલું મળી કુલ.રૂ.8.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર મોનુ ઉર્ફે લકી (રહે,ચંદીગઢ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી