ચોરી કરનાર યુવકને ગાંધીવાડા શ્રીનાથજી પ્રોવિઝનમાં સિગારેટ પીવા જતો હોવાથી દુકાન માલિકના ઘરે પૈસા હોવાની જાણ થતા ચોરી કરી
AdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ગાંધીવાડા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સના માલિકનાં ઘરમાંથી વહેલી સવારે ચોર ત્રાટકી પર્સમાં રહેલ 74 હજારની ચોરી કરી ફરાર થઇ જનાર યુવકને ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં સાર્વજનિક હોસ્પિટલ પાસેથી દબોચી લઇ ચોરી કરેલ 74 હજાર રૂપિયા રિકવર કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરના ગાંધીવાડા વિસ્તારમાં ઘરમાંથી 74 હજાર ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કરી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને બાતમીદારો સક્રિય કરી ચોરી કરનાર લબરમૂછિયા પરપ્રાંતીય યુવક રવીકુમાર ભુરસીંગ રાજપૂતને ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
મોડાસા શહેરમાં પકોડીની લારી ચલાવતો અને સોનીવાડા વિસ્તારમાં રહેતો રવિ ભુરસીંગ રાજપૂત (રહે,મછંડ-MP) ઘર નજીક ગાંધીવાડામાં આવેલ શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સમાં દરરોજ વહેલી સવારે સિગારેટ પીવા જતો હોવાથી દુકાનદારના ઘરમાં મસમોટી રકમ હોવાનું ધ્યાનમાં આવતા યુવકની દાનત બગડતા ચાર દિવસ અગાઉ સંજયભાઈ ઇન્દુલાલ પરીખ ના ઘરમાં દરવાજો ખોલી ઘરમાં પડેલ પર્સમાંથી 74 હજારની ચોરી કરી ફરાર થઇ જતા ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને બાતમીદારો સક્રિય કરી રવિ રાજપૂતને સાર્વજનિક હોસ્પિટલ નજીકથી દબોચી લઇ તેની આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરતા પોલીસે તેના ઘરમાંથી ચોરી કરેલ રૂ.74060/-પુરેપુરા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી