37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ફિલ્મીઢબે ઇકોનો પીછો કરી 54 હજારનો દારૂ ઝડપ્યો,...

અરવલ્લી : શામળાજી પોલીસે ફિલ્મીઢબે ઇકોનો પીછો કરી 54 હજારનો દારૂ ઝડપ્યો, થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરનાર ત્રણ બુટલેગર જબ્બે

0
163

અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં વિદેશી દારૂની યુવાનો અને ઉજવણી કરતા લોકોમાં ભારે માંગ રહે છે જીલ્લામાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો થર્ટી ફર્સ્ટમાં દારૂની ડિમાન્ડને પહોંચી વળવા મરણીયા બન્યા છે વિવિધ વાહનો મારફતે એનકેન પ્રકારે છેલ્લી ઘડી સુધી મરણીયા બન્યા છે

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરી ચુસ્ત નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે શામળાજી પોલીસે એક મહિનામાં એક કરોડથી વધુ શરાબનો જથ્થો જપ્ત કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે વધુ એક ઇકો કારનો ફિલ્મઢબે પીછો કરી જાબચીતરીયા નજીકથી 54 હજારના દારૂ સાથે ત્રણ બુટલેગરોને દબોચી લીધા હતા

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બોબીમાતા આંતરરાજ્ય સરહદ પર પેટ્રોલિંગ હાથધરતા જાબચિતરીયા ગામ નજીક રાત્રીના સુમારે ઇકો કાર પસાર થતા પોલીસે ડીપર મારતા ઇકો કાર ચાલક બુટલેગરે ઇકો રિવર્સ કરી હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા કારમાં રહેલા ત્રણ બુટલેગરો કાર ઉભી રાખી દોટ લગાવતા પોલીસે પીછો કરી 1)અજય વિજય ખાંટ (રહે,મોતીપુરા-વરથુ) , 2)રાજેશ રમેશજી સોલંકી (રહે,મહાદેવપુરા-મોડાસા) અને 3)શૈલેષ ભવાન ખાંટ (રહે,રમાણા -ધનસુરા)ને દબોચી લઈ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-504 કીં.રૂ. 50600/-નો જથ્થો જપ્ત કરી કાર, દારૂ, મોબાઈલ મળી કુલ.રૂ.2.54 લાખનો દારૂ જપ્ત કરી દારૂ મંગાવનાર નીતિન કાના ખાંટ (રહે,મોતીપુરા- વરથુ) અને કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાનના તલૈયા ગામમાં આવેલ ઠેકા વાળા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!