મેઘરજ પંથકની યુવતી પાસે પરિવારજનોએ પ્રેમીને મેસેજ કરી મળવા બોલાવી પ્રેમી યુવક અને તેના પિતરાઈ ભાઈ બેભાન થાય ત્યાં સુધી ફટકાર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક યુવક એક મહિના પછી ભાનમાં આવતા સમગ્ર ઘટના બહાર આવી, મેઘરજ પોલીસે ફરિયાદ નોંધી
તાલિબાની સજાનો ભોગ બનેલ એક યુવકની એક મહિના બાદ પણ નાજુક
અરવલ્લી જીલ્લામાં પ્રેમમાં તાલિબાની સજાનો વધુ એક ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે મોડાસા તાલુકાના મુલોજ ગામનો પ્રેમી યુવક તેના પિતરાઈ ભાઈ સાથે દશેરાની રાત્રે મેઘરજ તાલુકા ના બ્રાહ્મણકોટડા ગામમાં પ્રેમિકાને મળવા પહોંચતા પ્રેમિકાના પરિવારજનો એ પ્રેમી અને તેના પિતરાઈ ભાઈને ઢોર મારમારી તાલિબાની સજા આપતા હોય તેમ ક્રૂર બની બંનેને ઝાડ સાથે બાંધી દઈ ફરીથી માર મારી છોડી મુકતા પ્રેમી અને તેનો પિતરાઈ ભાઈ બાઈક લઇ ઘરે પહોંચે તે પહેલા બેડજ નજીક બેભાન થઇ ઢળી પડ્યા હતા પરિવારજનોને બેભાન હાલતમાં બંને યુવક મળી આવતા સ્થાનિક સારવાર કરાવી અમદાવાદ સિવિલમાં સારવાર કરાવતા એક યુવકને ભાન આવતા સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને એક મહિના બાદ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા તાલુકાના મુલોજ ગામના રમેશભાઈ ખાંટ નામના યુવકને મેઘરજ તાલુકાના બ્રાહ્મણકોટડા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતી પાસે પ્રેમીને મળવા માટે મેસેજ કરી બોલાવતા રમેશ ખાંટ નામનો યુવક તેના પિતરાઈ ભાઈ કાળુ ખાંટ સાથે દશેરાની રાત્રીએ પરિવારજનોએ ગેલી માતાના દર્શન કરવા જઈએ છીએ કહી નીકળ્યા હતા અને પ્રેમિકાના ઘરે બ્રાહ્મણકોટડા પહોંચતા પ્રેમિકાના ઘરે પહોંચતા તાકીને બેઠેલા લોકોએ બંને યુવકને ઢોર માર મારી ઝાડ સાથે બાંધી દીધા હતા ત્યાર બાદ વધુ માર મારી છોડી દેતા બાઈક લઈ ઘરે પરત જાવ નીકળેલ બંને યુવક મેઘરજ નજીક બેડજ ગામ નજીક રોડ સાઈડ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા મોડી રાત્રે બંને યુવક ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથધરતા બેડજ નજીક બેભાન હાલતમાં મળી આવતા પરિવારજનો યુવકોને અકસ્માત નડ્યો હોવાની માની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વાસણા દવાખાને લઇ જતા મોડાસા રીફર કર્યા પછી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા એક યુવક મહિનાની સારવાર પછી ભાનમાં આવતા તેમને પ્રેમિકાના પરિવારજનોએ તાલિબાની સજા આપતા બેભાન થયા હોવાનું જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા હજુ પણ એક યુવકની સ્થિતિ નાજુક બની રહી છે
ઇસરી પોલીસે મુલોજ ગામના કાળુભાઇ ખાંટની ફરિયાદના આધારે બ્રાહ્મણ કોટડા ગામના ધનાભાઇ લાલુભાઇ ડામોર અને વજાભાઈ લાલુભાઇ ડામોર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે