અરવલ્લીમાં વર્ષના છેલ્લા દિવસે બનેલ ઘટનાથી સમગ્ર જીલ્લો હચમચી ઉઠ્યો, 4વર્ષની બાળકીને પીંખી નાખનારને ફાંસીની સજાની લોક માંગ
રાજ્ય પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે સંવેદના સાથે ઝડપથી ચાર્જશીટ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી બળાત્કારીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નમાં હોવાનું કહ્યું
4 વર્ષીય બાળકી પર રેપ વિથ મર્ડર કરનાર આરોપીના છૂટાછેડા થતા હવસ સંતોષવા ફૂલ જેવી બાળકીને પીંખી નાખી…!!
પિતાના મિત્રએ ચાર વર્ષની દીકરીને રમવાના બહાને ઘરમાં બોલાવી રેપ કરી હત્યા નિપજાવી દીધી, 4 વર્ષીય દીકરીનો ખાટલામાં પડેલ મૃતદેહ જોઈ હૃદય દ્રવી ઉઠ્યાAdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં હૃદયને હચમચાવનાર ઘટના બનતા સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર મચી હતી ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષીય ફૂલ જેવી માસુમ બાળકીને ઘર સામે રહેતા પિતાના મિત્રએ રમવાના બહાને લલચાવી-ફોસલાવી ઘરમાં બોલાવી દુષ્કર્મ આચરી હવસનો ભૂત સવાર થતા બાળકીને મોઢાના અને પગના ભાગે ડૂચા ભરતા મોસના લોચે લોચા બહાર આવી ગયા હતા દીકરીનું મોત થયું ત્યાં સુધી આરોપીએ હેવાનિયત ગુજારી ફરાર થઇ ગયો હતો ગુમ દીકરીને શોધવા નીકળેલ પિતા અને ગ્રામજનોએ નરાધમના ઘરે પહોંચી ઘર ખાટલામાં દીકરીના પડેલા મૃતદેહને જોઈ ચોકી ઉઠ્યા હતા ધનસુરા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડી બળાત્કારી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો સમગ્ર કેસની તપાસ એલસીબી પોલીસ ચલાવી રહી છે હાલ આરોપીને અમદાવાદ મેડિકલ પરીક્ષણ માટે લઇ ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે સાંજના સુમારે ઘર આગળ રમતી 4 વર્ષીય બાળકીને સામે રહેતો જ્યંતી પરમાર નામનો યુવક બાળકીને લલચાવી ફોસલાવી તેના ઘરમાં બોલાવી હેવાનિયતની હદ વટાવી બાળકી પર દુષ્કર્મ આચરી શરીરે ડૂચા ભરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો 4 વર્ષીય દીકરી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધવા નીકળતા દીકરી જ્યંતી પરમાર રમવા લઇ જતો હોવાથી ગામમાં દીકરી ન મળતા જ્યંતી પરમારના ઘરે તપાસ કરતા ઘરમાં દ્રશ્ય જોઈ પિતા સહીત સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા પોતાની દીકરીના મૃતદેહને લોહીલુહાણ હાલતમાં જોઈ પિતા અને તેના પરિવારજનો ભાંગી પડ્યા હતા ધનસુરા પોલીસને જાણ કરતા ધનસુરા પોલીસ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી પીઆઈ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો મૃતક બાળકીના મૃતદેહને પીએમ કરાવી પરિવારજનોને સુપ્રત કર્યો હતો સમગ્ર પંથકમાં નરાધમ જ્યંતી પરમારને ફાંસીના માંચડે લટકાવવામાં આવેની માંગ કરી હતી
4 વર્ષની બાળકીની રેપ વિથ હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લઇ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો SP શૈફાલી બારવાલે સમગ્ર ઘટનાની તપાસ એલસીબી પોલીસને સોંપતા એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દઈ આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી