હિંમતનગરના મહેતાપુરામાં સ્થાનિકો દ્વારા શ્રીફળ આપી જયશ્રી રામના નારા સાથે ભવ્ય સ્વાગત
AdvertisementAdvertisement
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ધામધૂમથી ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થશે. ત્યારે ભક્તો અલગ અલગ રીતે ભક્તિ પ્રેમ પ્રગટ કરતા જોવા મળે છે. ક્યાંકથી મંદિરમાં વિશેષતા સાથે તીર, બાણ, ઘંટ, નગારું અને અગરબત્તી ભક્તો દ્વારા યાત્રા સ્વરૂપે અયોધ્યા લઇ જવામાં આવી રહ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના 23 વર્ષીય કેશવકુમાર પુખરાજભાઈ પુરોહિત પોતે બારદાનનું ટ્રેડીંગ કરે છે. જે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભગવાન શ્રીરામના દર્શને જવા માટે બુધવારે સવારે 9:30 વાગે સાયકલ લઈને નીકળ્યો હતો. જે હિંમતનગર સાંજે આવી પહોચ્યો હતો. તો કુકરવાડાથી હિંમતનગર સુધીમાં અલગ અલગ સ્થળે સ્થાનિકો અને હિંદુ સંગઠનો દ્વારા યુવકનું સ્વાગત કર્યું હતું.
આ અંગે સાઈકલ લઈને અયોધ્યા જતા કેશવકુમાર પુખરાજભાઈ પુરોહિતએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ઈચ્છા થઇ એટલે સાયકલ લઈને અયોધ્યા દર્શન કરવા નીકળ્યો છું અને કુકરવાડાથી અયોધ્યા 1300 કિમી અંતર છે. જેને લઈને રોજના 90 કિમી સાયકલ ચલાવવી પડે છે. જેથી 22 તારીખે પહોંચી જઈશ. રસ્તામાં ઠેર ઠેર મારું સ્વાગત કરવામાં આવે છે