asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હોય તો કાઢી લેજો પૈસા : 9 ક્રિપ્ટો ભારત સરકારના ટાર્ગેટ પર,અરવલ્લી-સાબરકાંઠા કરોડો રૂપિયા ડૂબશે..!!


અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં નિપુણતા હોવાની હવા ઉભી કરી લાલચુ રોકાણકારોને લોભાવતી 6 કંપની સક્રિય
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના રોકાણકારોનો 100 કરોડથી વધુ રૂપિયા ગમે તે ઘડીએ ડૂબે તો નવાઈ નહીં….!!
અરવલ્લી-સાબરકાંઠામાં કેટલીક કંપનીઓ અને એન્ટરપ્રાઈઝ જેવા નામ ધરાવતી ભપકાદાર ઓફિસ ખોલી લોકોને આકર્ષિત કરી રહી છે
મોડાસા શહેરમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી લોકોના પૈસા ઉલેસવામાં ગુરૂ પર ચેલો ભારે પડતા ગુરૂ સહીત તેમના મળતીયાઓ કન્ફ્યુઝ
લેભાગુ કંપનીઓ અને એન્ટરપ્રાઈઝ જેવા નામની ઓફીસ ખોલી બેસી ગયેલા ઠગસ વાર્ષિક 36 થી 60 ટકા વ્યાજ આપી રહ્યા છે
રોકાણકારોને આકર્ષિત કરવા લેભાગુ એજન્ટો મારફતે અરવલ્લી-સાબરકાંઠાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓફિસોની ભરમાર
કેટલીક કંપનીઓ ક્રિપ્ટોના નામે ઇસકી ટોપી ઇસકે સરની ચાલાકી પૂર્વક ની રમત રમી રહ્યા છે
Mera Gujarat સાતત્ય ભર્યું પત્રકારત્વ કોઈ કંપની કે વ્યક્તિગત નુકસાન માટે કરતુ નથી..ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ યથાવત રહેશે

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં bitcoin સહીત ક્રિપ્ટો કરન્સી અને ડોલરમાં રોકાણ કરવાનું કહી રોકાણકારોને ઉંચુ વળતર આપતી 6 થી વધુ કંપનીઓ ગેરકાયદેસર રીતે રોકાણકારોને ઉઠા ભણાવી રહ્યા છે જો તમે કે તમે જે કંપની કે એન્ટરપ્રાઇઝ અને ફાયનાન્સ કન્સલસ્ટન્સીએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કેન્દ્ર નાંણા મંત્રાલયના ફાઈનાન્શીયલ ઇન્ટેલીજન્સ યુનિટ અંતર્ગત ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર Binance સહિત 9 એક્સચેન્જ પર તવાઈ પાડી છે જો તમે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ. અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં લાલચુ રોકાણકારોના 100 કરોડથી વધુ રૂપિયાની સલામતી માટે અનેક સવાલ પેદા થયા છે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર કંપનીઓ તેમને રોકાણકારો પાસેથી ડિપોઝીટ પેટે લીધેલ કરોડો રૂપિયા કઈ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે તે અંગે અંધારામાં રાખી રહ્યા છે

Advertisement

Advertisement

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર બાઇનાન્સ સહિત 9 ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સને કારણ બતાવો નોટિસ મોકલી છે.જેમાં Binance, Bitfinex, Huobi, Bittrex, Bitstamp,Kucoin,MEXC Global Kraken,Gate.ioનો સમાવેશ થાય છે.નાણા મંત્રાલય હેઠળના ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટે એન્ટી મની લોન્ડરિંગ કાયદાનું પાલન ન કરવા બદલ આ નોટિસ મોકલી છે.નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટેની જવાબદારી પ્રવૃત્તિ આધારિત છે અને ભારતમાં ભૌતિક હાજરી પર આધારિત નથી.ભારતમાં કાર્યરત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ (VDA SP) માટે FIU-IND પાસે રિપોર્ટિંગ એન્ટિટી તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.ભારતમાં ક્રિપ્ટો કરન્સી માંથી મોટા ભાગની ક્રિપ્ટો કરન્સીને નાણાં મંત્રાલય કે બજાર માન્યતા નથી રાખતું ત્યારે ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી ડિપોઝીટ પેટે ઉલેચી લિધેલા કરોડો રૂપિયા શું થશેની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!