asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

સાબરકાંઠામાં ઉત્તરાયણ અને પ્રજાસત્તાક પર્વને લઈ પ્રતિબંધિત હુકમો જાહેર


ચાર કે તેથી વધુ વ્‍યકતિઓના ભેગા થવા પર તથા સરઘસ કાઢવા પર રોક

Advertisement

જિલ્લામાં તહેવારો નજીક આવતા ની સાથે કાયદો વ્યવસ્થા કે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુ થી પ્રજા હિતને ધ્યાને લઈ જિલ્લાના નાગરિકો એ નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવતા હુકમો જારી કર્યા હતા.

Advertisement

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં ઉતરાયણનો તહેવાર આવતો હોઈ આ તહેવારને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠા ના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ ક્રિષ્ના વાઘેલાતેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

Advertisement

આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!