10 જાન્યુઆરી થી 10 કન્ટ્રોલ રૂમ તથા 10 ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે
માણસે પોતાની સુખો સાયબી ભોગવવા એટલી હદ વટાવી છે કે આજે હવા પદૂષણ, ધ્વનિ પ્રદુષણ અને પાણી જન્ય પદૂષણની વિપરીત અસરથી અબોલ, લાચાર, બેબસ પક્ષી-પશુ કોના સહારે પોતાનું જીવન નિર્વાહ કરે એવો વિચાર આધુનિક યુગની નવી પેઢીની સમજથી દૂર છે. ઉત્તરાયણ પર્વને ધ્યાને લઇ પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે કાળજી રાખી સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તા.૧૦મી જાન્યુઆરી થી તા.ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન કરૂણા અભિયાનની સરાહનીય કામગીરીની એક પહેલને સાર્થક કરી પક્ષીઓને જીવો, જીવવાદો અને જીવાડો’’ની પહેલને જન જન સુધી પહોંચાડી જાગૃતતા કેળવવી અગત્યની છે.
હિંમતનગર તાલુકામાં વન ચેતના કેન્દ્ર ધાણધા ખાતે કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ હતી. કરૂણા અભિયાન ૨૦૨૪ માટે વન વિભાગ દ્વારા વેટનરી ચિકિત્સા અધિકારી,પશુપાલન વિભાગના સહિયોગથી જિલ્લાકક્ષાએ એક અને રેંજ કક્ષાએ ૧૦ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. તેમજ અંદાજે ૧૦ પશુ ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે. જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે.તેમજ રાજ્યના તમામ પક્ષી સારવાર કેંદ્રો દર્શાવતા ઓનલાઇન મેપની લીંક સ્વયંમ સંચાલિત વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ વોટસઅપ મેસેજમાં karuna મેસેજથી મળી રહેશે.
આ વર્ષે ઉત્તરાયણ તહેવારમાં આપડી મોજ, મજા અને મસ્તીના કારણે કોઈ નિર્દોષ જીવ પોતાનો જીવ ગુમાવે નહિ એ બાબતે ચોકસાઈ ની સાથે પોતાની જવાબદારી સમજી તેમને સલામત કે ચિકિત્સાલય સુધી લઈ જઈ પક્ષીઓને જીવો, જીવવાદો અને જીવાડો’’ અને પતંગ દોરીથી કોઈ પક્ષી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપિલ કરી હતી. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક એચ.જે ઠક્કર, નાયબ વન સંરક્ષક એસ.ડી પટેલ,આર.એફ.ઓ. તેમજ વિવિધ સેવાભાવી એન.જી.ઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા