37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ સફાઈ કામદારોને કડકડતી ઠંડીમાં છોડ્યા, નઘરોળ તંત્રના પેટનું...

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ સફાઈ કામદારોને કડકડતી ઠંડીમાં છોડ્યા, નઘરોળ તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું

0
278

પ્રજાના ટેક્સના નાણાંથી જાહોજલાલી કરતા અધિકારીઓને સફાઈ કામદારો નજીકથી ફરકવાનો સમય પણ નથી
જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ પાછલા દરવાજેથી રફુચ્ચકર થઈ જાય છે પણ મોં બતાવવા તૈયાર નથી
અધિકારીઓ તે દિવસો યાદ કરવા જોઈએ જ્યારે તમે 7માં પગાર પંચની ભીખ માંગતા હતા….સફાઈ કામદારો ભીગ નહીં પણ હક્ક માંગે છે
એક દિવસ તો તેમની પાસે પહોંચી ખુલ્લામાં રાત કેવી રીતે ગુજારે છે તે જુઓ
આજે સફાઈ કામદારોનો દિવસ, કાલે તમારો પણ આવી શકે
કોઈના હિતમાં નિર્ણય માટે તમને ઉચ્ચ હોદ્દા પર બેસાડ્યા છે નહીં કે, મૌન રહેવા

અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારો છેલ્લા ચૌદ ચૌદ દિવસથી પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે, જેમની મુખ્ય માંગ લઘુત્તમ વેતનની છે, જોકે, હજુ સુધી તંત્ર આ બાબતે કોઈ જ વિચારવા તૈયાર નથી, જેને લઇને કડકડતી ઠંડીમાં સફાઈ કામદારો રાત્રી ધરણાં કરવા મજબૂર બન્યા છે.

હાલ સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી નો ચમકારો છે આ વચ્ચે લોકો ઘરોમાં રહેવાનુ પસંદ કરતા હોય છે, એટલું જ નહીં અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી તૈયાર થયેલા આલિશાન બંગલાઓમાં આરામ ફરમાવે છે તો બીજી બાજુ પ્રજાના ટૈક્સના પૈસાથી ચુકવાતા પગાર આપવામાં તંત્ર ઠાગા-ઠૈયા કરતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે.  અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારો છેલ્લા ચૌદ દિવસથી લઘુત્ત વેતનની માંગ કરી રહ્યા છે. આ કર્ચારીઓનો મહિનાનો પગાર 2500 રૂપિયા છે, જોકે તંત્ર પાસે તેમની વાત સાંભળવાનો સમય નથી અને પ્રજાના ટેક્સના પૈસાથી આપવામાં આવેલી આલીશાન સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરી કૃર મજાક કરે છે.

અરવલ્લી જિલ્લા પંચાયતમાં વર્ષોથી સફાઈ કામગીરી કરતાં 16 જેટલા હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓના સમર્થનમાં દંડવત યાત્રા યોજનાર લાલજી ભગતે જણાવ્યું હતું કે સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા માસિક ₹2500નું મહેતાનું ચૂકવાતું હોવાથી સફાઈ કામદારોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે રોજિંદા 75 રૂપિયા લેખે મહેનતાણું આપવામાં આવતું હોવાથી તેમનું શોષણ થઇ રહ્યું છે. મોડાસા શહેરમાંથી જિલ્લા પંચાયત કચેરી સુધી પહોંચવા માટે તેમને રોજિંદા એસટી બસ અથવા રિક્ષામાં બેસીને કચેરી સુધી પહોંચવા માટેની ફરજ પડી રહી છે. પરિણામે તેમને રોજિંદા 20થી 30 રૂપિયા ભાડું ખર્ચવું પડતું હોવાનો પણ બળાપો ઠાલવ્યો હતો. સતત ચૌદ દિવસથી સફાઈ કામદારો હડતાળ ઉપર પડતર માગણીના પ્રશ્ન અડગ રહેતા જિલ્લા પંચાયતના પટાગણમાં તેમજ કચેરીની લોબીમાં પણ ગંદકીના ઢગ ખડકાવવાના શરૂ થયા છે. આંદોલન ઉપર ઉતરેલી મહિલાઓ સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે ચૌદ દિવસથી ઉપવાસ પર ઉતર્યા હોવા છતાં કોઈ અધિકારી ફરર્ક્યા નથી એટલું જ નહીં આંદોલન ઉપર ઉતરેલા સફાઈ કામદારો માટે પાણીનો જગ પણ મૂકવામાં ન આવતા સફાઈ કામદારોમાં રોશની લાગણી ભભૂકી ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!